કેદારનાથ મંદિરની આ રસપ્રદ વાતો તમે આજે પણ નહીં જાણતા હો, ફરવા જાવ તે પહેલા એકવાર જરૂર જાણી લેજો

Story

કેદારનાથ મહાદેવ મંદિર ભગવાન બાર જ્યોતિર્લિંગ માંથી એક અને ભગવાન શિવના સૌથી સુંદર મંદિરમાંથી એક છે. ભગવાન શિવના દરેક ભક્તોની ઈચ્છા હોય છે કે તે એકવાર કેદારનાથ મહાદેવ મંદિરના દર્શને જરૂર જાય. કેદારનાથ મંદિરની સુંદરતાની સાથે મંદિર બનાવની કહાની પણ ખૂબ રસપ્રદ છે.

ઉતરાખંડ રાજ્યમાં હિમાલય પર્વતની વચ્ચે આવેલું ભગવાન શિવનું કેદારનાથ મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં શામેલ હોવાની સાથે સાથે ચાર ધામ અને પંચ કેદારમાં પણ શામેલ છે. ભારે બરફ વર્ષના કારણે અહીં ખૂબ જ મુશ્કેલ વાતાવરણ હોય છે. જેને કારણે આ મંદિર એપ્રિલ થી નવેમ્બર મહિનામાં દરમિયાન જ ખુલે છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પાંડવ વંશના રાજા જન્મજયે કરાવ્યું હતું.

કેદારનાથ મંદિર ખુબ જ પ્રાચીન છે. કેદારનાથ મંદિરમાં સ્થિત સ્વયંભૂ શિવલિંગ અતિ પ્રાચીન છે. ઇતિહાસકારોના મત મુજબ આઠમી સદીમા આદિગુરુ શંકરચાર્યજીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

વર્ષ 2013 ના જૂન મહિના દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યમાં અચાનક આવેલ પુર અને ભૂસ્ખલનની કેદારનાથ મંદિર પર ભારે અસર થઈ હતી. જો કે તેમ છતાંપણ કેદારનાથ મહાદેવ મંદિરનો મુખ્ય દ્વાર અને ઘુમ્મટ સુરક્ષિત રહ્યા. પંરતુ મંદિરનો આગળનો પ્રવેશ દ્વાર અને તેની આસપાસનો વિસ્તાર વેરવિખેર થઇ ગયો.

આપને જણાવી દઈએ કે કેદારનાથ મંદિર સમુદ્રની સપાટીથી 11,755 ફૂટ જેટલી ઊંચાઈએ આવેલું છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે કેદારનાથ મહાદેવ મંદિર ચારસો વર્ષ સુધી બરફમાં દબાયેલુ રહ્યુ હતુ. ચારસો વર્ષ સુધી બરફમા દબાયેલા રહેવાથી કેદારનાથ મંદિર પર શુ અસર પડી તેના વિશે આપણે આજના આ લેખમાં જાણીશું.

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કેદારનાથ મંદિર 400 વર્ષ સુધી બરફમાં દબાયેલું રહ્યું તેમ છતાંપણ આ મંદિરને કઈ થયું નથી. આ સિવાય વર્ષ 2013 માં આવેલ આ પ્રલયમાં મંદિર સુરક્ષિત રહ્યું હોવા છતાંપણ વૈજ્ઞાનિકોને કોઈ આશ્ચર્ય થયું નથી. દહેરાદૂનના વાડિયા ઇન્સ્ટિટ્યૂટના હિમાલિયન જીયોલોજીકલ વૈજ્ઞાનિક વિજય જોશીએ આ અંગે જણાવ્યું હતુ કે, ચારસો વર્ષ સુધી કેદારનાથ મંદિર બરફમાં દબાયેલું હતું છતાંપણ આ મંદિર સુરક્ષિત રહ્યું.

વધુમા વૈજ્ઞાનિકે જણાવ્યું કે જ્યારે બરફ દૂર થયો ત્યારે તેના નિશાન મંદિરમાં મોજૂદ હતા. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ તેના પર અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે આ મંદિર 400 વર્ષ સુધી બરફમાં દબાયેલું હતું.

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે ચારસો વર્ષ સુધી એક નાનો હિમયુગ આવ્યો હતો. જેમાં હિમાલયનો એક મોટા ભાગ કડક બરફની અંદર દબાઈ ગયો હતો. પહેલા એવું માનવામાં આવ્યું હતું કે આ મંદિર ગ્લેશિયરની અંદર છે પરંતુ શોધખોળ બાદ ખબર પડી કે આ મંદિર ગ્લેશિયરમાં નહી પરંતુ બરફની અંદર છૂપાયેલું હતું.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કેદારનાથ મહાદેવ મંદિરની દીવાલ અને પથ્થરો પર આજે પણ તેના નિશાન જોવા મળે છે. કેટલાક લોકોના કહેવા પ્રમાણે આ મંદિર આઠમી શતાબ્દીમાં આદિગુરુ શંકરાચાર્યજીએ બંધાવ્યું હતું. કહેવાય છે કે હાલના કેદારનાથ મંદિરની પાછળ જ પાંડવોએ એક મંદિર બનાવ્યું હતું પરંતુ આ મંદિર આટલા સમય સુધી ટકી શક્યું નહીં.

વૈજ્ઞાનિકો કહે છે કે આવી જગ્યાએ મંદિર બનાવવું એ કારીગરીનો ઉત્તમ નમૂનો છે. કહેવાય છે કે આ મંદિર ખુબજ જીણવટથી બનાવ્યું છે. જેથી આજે પણ તે આટલું સુંદર અને નયનરમ્ય છે. મંદિરની દિવાલો ખૂબ જ મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે. આ પણ એક ચોંકાવનારી વાત છે કે આટલા ભારે પથ્થરોને કઈ રીતે આટલી ઉંચાઈ પર લાવ્યા હશે અને મંદિર બનાવ્યુ હશે.

Leave a Reply

Your email address will not be published.