જો કોઈ વ્યક્તિ દ્રઢ નિર્ણય સાથે એકવાર કંઈક કરવાનું નક્કી કરી લે તો તે એક દિવસ જરૂર પોતાની મંજિલ સુધી પહોંચી જાય છે. નારાયણ જયસ્વાલ આનું ઉત્તમ ઉદાહરણ છે. નારાયણ જયસ્વાલે સખત મહેનત કરીને પોતાના દીકરાને IAS અધિકારી બનાવ્યો.
નારાયણ જ્યારે આ સંઘર્ષોમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના પરિવારમાં તે, તેની પત્ની, તેની ત્રણ દીકરીઓ અને તેનો પુત્ર હતા. તેનો આખો પરિવાર એક નાનકડા ભાડાના મકાનમાં રહેતો હતો. તે વખતે તેઓ રીક્ષા રાખતા હતા અને તેને ભાડે આપતા હતા. ઘર પરિવાર સારી રીતે રહી રહ્યો હતો. પરંતુ અચાનક એક દિવસ તેની પત્નીનું બ્રેઇન હેમરેજમાં મૃત્યુ થયું. તેની સારવાર માટે તેણે રિક્ષા વેચી દીધી હતી. એ વખતે તેનો પુત્ર સાતમા ધોરણમાં હતો.
પત્નીના મૃત્યુ પછી ગરીબી ચારો તરફથી ઘેરવા લાગી. એવી પરિસ્થિતિઓ હતી કે તેને સૂકી રોટલી ખાઈને દિવસ પસાર કરવો પડ્યો હતો. તેની પાસે બે ટાઇમનું જમવાનું પણ નહોતું. નારાયણ જ્યારે પોતાના દીકરાને IAS અધિકારી બનાવવાની વાત કરતા ત્યારે લોકો તેની મજાક ઉડાવતા અને તેના પુત્ર ગોવિંદને લોકો રીક્ષાચાલકનો દીકરો કહી ટોણા મારતાં.
એકવાર તેર વર્ષની ઉંમરે તેમના મિત્રના પિતાએ તેમના ઘરમાંથી અપમાન કરીને નારાયણના દીકરા ગોવિંદને ઘરમાંથી કાઢી મુક્યો. ત્રણેય દીકરીઓના લગ્ન માટે બચેલી સંપત્તિ પણ વેચવી પડી. ગોવિંદ જયસ્વાલએ હરિશ્ચંદ્ર યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને યુપીએસસીની તૈયારી માટે 2006 માં દિલ્હી ગયા હતા.
જ્યારે ગોવિંદ યુપીએસસીની તૈયારી માટે દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે તેના પિતાએ પોતાની છેલ્લી સંપત્તિ એટલે પોતાના બાપદાદાની જમીન પણ વેચી દીધી. પોતાની મહેનતને કારણે ગોવિંડે પ્રથમ પ્રયાસમાં સમગ્ર ભારતમા 48 મો રેન્ક મેળવીને આઈએઅસ અધિકારી બની પિતાનું સપનું પૂર્ણ કર્યું.
ગોવિંદ 2007 બેચના IAS ઓફિસર છે. તેઓ અત્યારે ગોવામાં સેક્રેટ્રી ફોર્ટ, સેક્રેટ્રી સ્કિલ ડેવલોપમેન્ટ અને ઇન્ટેલિજન્ટ્સના ડાયરેક્ટર જેવા ત્રણ પદો પર તૈનાત છે. ગોવિંદ વર્ષ 2011 માં નાગાલેન્ડમાં પોસ્ટેડ હતાં. ત્યારબાદ ગોવિંદે આઇપીએસ અધિકારી ચંદના સાથે લગ્ન કર્યા હતા અને બંને વ્યક્તિ હાલ ગોવામાં ફરજ બજાવી રહ્યા છે.
જ્ઞાતિ અલગ હોવા છતાં બંનેના ઘરવાળાની મરજીથી લગ્ન થયાં. આ એક અરેન્જ મેરેજ હતા. જે ગોવિંદની બહેન ઘરનો ખર્ચ કાઢવા માટે બીજા લોકોના ઘરે વાસણ માંજવા જતી હતી, લોકો તેને પણ ખૂબ ટોણાં મારતાં હતાં. પરંતુ આજે ગોવિંદ આઈએએસ અધિકારી બની જતા ગોવિંદના પરિવાર ગામમાં વખાણ થવા લાગ્યા છે.