25 લાખનો પગાર છોડીને આ પાટીદાર યુવાને શરૂ કર્યું ચા વેચવાનુ સ્ટાર્ટઅપ, આજે મોટા બિઝનેસમેન પણ તેની સામે પાછા પડે

Story

કોઈ પણ દેશનું અર્થતંત્ર મજબૂત કરવા માટે તે દેશમાં રોજગારી અને બિઝનેસની નવી તકો અને પ્લેટફોર્મ ઉભું થાય તે ખૂબ જરૂરી છે. આજે દેશના યુવાનો ભણીને ઉચ્ચ ડીગ્રી મેળવ્યા બાદ નવા બિઝનેસ સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે અને સારી એવી સફળતા ઓન મેળવી રહ્યા છે. દેશના યુવાનો સામાન્ય બિઝનેસને નવું રૂપ આપી રહ્યા છે.

આવી જ કહાની સુરતના નવ યુવાન મિતુલ પડસાળાની છે. મિતુલે દેશની ટોપ મેનેજમેન્ટ કોલેજમાં ગણતરી થતી કોલેજ એટલે ઇન્ફોસીસ કોલેજમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે. એમબીએનો અભ્યાસ કર્યા બાદ મિતુલને IDBI બેંકમાં સારી પોસ્ટ પર જોબ મળી હતી. અહીં તેને વાર્ષિક 25 લાખ રૂપિયા સેલેરી પેકેજ મળ્યું હતું, પરંતુ મિતુલ કઈક અલગ જ કરવા ઇચ્છતો હતો.

મિતુલ એક કઈક નવું જ બિઝનેસ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યો હતો. આ દરમિયાન કોરોનાને કારણે લોકડાઉન લાગ્યું. લોકડાઉન દરમિયાન સુરતમાં મિતુલ પોલીસકરનીઓને ચા પીવરાવી સેવા કરતો હતો. આ દરમિયાન જ મિતુલનુ બિઝનેસ માઈન્ડ કામે લાગ્યું અને તેને કઈક ચા વેચવાનું બિઝનેસ સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર આવ્યો.

મિતુલે પોતાની 25 લાખના પેકેજની નોકરી છોડી દીધી અને કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા મિતુલે ચાઇપાર્ટનર (Chai Partner) નામથી પ્રોફેશનલ ચા વેચવાનુ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. મિતુલના આ બિઝનેસ સ્ટાર્ટઅપ ધીમે ધીમે લોકોની વચ્ચે ચર્ચાવા લાગ્યું. માત્ર સુરત જ નહી સમગ્ર ગુજરાતમાં આ બિઝનેસ સ્ટાર્ટઅપના વખાણ થવા લાગ્યા.

ચાય પાર્ટનરમાં અલગ અલગ 42 પ્રકારની ચા બનવવામાં આવે છે. જેમા ગોળમાંથી બનાવેલી ચા અને બરફ નાખેલી કોલ્ડ ચા ખૂબ જ પ્રખ્યાત છે. ચાય પાર્ટનરમાં મોટા બિઝનેસમેન અને રાજકીય લોકો પણ ચા પીવા આવે છે.

Leave a Reply

Your email address will not be published.