ગમે તેવા દુષ્કાળમાં પણ નથી સુકાયુ માટેલ ધરાનુ પાણી, જાણો માટેલવાળા ખોડિયાર માતાનો ઇતિહાસ

Religious

ભારત એક ધાર્મિક દેશ છે. અહીં હજારોની સંખ્યામાં દેવી દેવતાઓ બિરાજમાન છે. આ બધા જ મંદિર સાથે ઘણા અલગ અલગ ઇતિહાસ પણ જોડાયેલા છે. દરેક મંદિરમાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. દર્શને આવતા ભક્તોની દરેક ઈચ્છાઓ દેવતાઓ પૂર્ણ કરે છે. તેવું જ ખોડિયાર માતાજીનું મંદિર માટેલમાં આવેલું છે. કહેવાય છે કે માટેલમાં ખોડિયાર માતા સાક્ષાત બિરાજમાન છે.

મિત્રો મંદિરમાં આવતા ભક્તો ખોડિયાર માતાના દર્શન કરે છે. માં ખોડિયાર મંદિરે આવતા તમામ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. તેમના જીવનમાં આવતા તમામ દુઃખો દૂર કરે છે અને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવે છે. માટેલ મંદિરનો ઇતિહાસ ઘણા બધા વર્ષો જૂનો છે.

માટેલ ધામમાં પર્વત પર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. ખોડિયાર માતાજીના મંદિરમાં બીજા દેવીઓની પણ મૂર્તિઓ સ્થાપિત છે. તેથી ખોડિયાર માતાજીના મંદિરમાં આવતા ભક્તો આ દેવીઓના પણ દર્શન કરીને આશીર્વાદ મેળવે છે તથા ભક્તોના તમામ દુઃખ ખોડિયાર માતાજી દૂર કરે છે. ખોડિયાર માતાજીના આ મંદિર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે.

ખોડિયાર માતાજીના મંદિરની સામે એક પાણીનો ધરો આવેલો છે જેની સાથે ઇતિહાસ જોડાયેલો છે. છે. આ ધરાના પાણીની વિશેષતાએ છે કે આ ધરાનું પાણી કોઈ પણ ઋતુમાં અને ગમે તેવી પરિસ્થિતિમાં ક્યારેય ખૂટતું નથી. આ ધરાનું પાણી મીઠું હોવાથી આ ગામના લોકો આ પાણીને પીવા માટે પણ ઉપયોગમાં લે છે.

એવી પણ માન્યતાઓ છે કે આ પાણીના ધરાની નીચે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આજ સુધીમાં જેટલા પણ ભક્તો માતાજીના દ્વારે દર્શને આવે છે તે બધા જ ભક્તોની બધી મનોકામનાઓ ખોડિયાર માતાજી પુરી કરે છે અને તેમના જીવન સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે.

Leave a Reply

Your email address will not be published.