ગુજરાતની આ જગ્યાએ ભગવાન કૃષ્ણએ લીધા હતા અંતિમ શ્વાસ, આ સ્થળની કહાની ભાગ્યે જ કોઈ જણાતુ હશે

Religious

ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ ગુજરાતના ભાલકા તીર્થમાં કર્યો હતો. ભાલકા તીર્થ જ્યોતિર્લિંગ સોમનાથથી પાંચ કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરમાં બનેલી મૂર્તિ ભગવાન શ્રીકૃષ્ણના અંતિમ સમયના દર્શન કરાવે છે. આ પવિત્ર સ્થાન ભક્તોની મનોકામના પૂર્ણ કરવાવાળો એક પ્રમુખ ધાર્મિક કેન્દ્ર છે. આજે પણ હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્ત અહીં દર્શને આવે છે.

એવી માન્યતા છે કે સાચા મનથી માંગેલી કોઈપણ મનોકામના અહીં પૂર્ણ થઈ જાય છે. આ સ્થાન પર આજે પણ ભગવાન શ્રીકૃષ્ણના હોવાનો અહેસાસ ભક્તોના મનમાં થાય છે. તેની ગવાહી આપે છે મંદિરમાં રહેલું હજારો વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ, જે છે હજી સુધી નથી સુકાયું. કહેવાય છે કે આ પીપળાના ઝાડ નીચે જ ભગવાન શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ લીધો હતો.

આ સ્થળોનું નામ ભાલકાતીર્થ એટલા માટે પાડવામાં આવ્યું કારણકે આ સ્થળ પર જ ભગવાન શ્રીકૃષ્ણને ભાલો વાગ્યો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ સ્થળ પર જ જરા નામના એક પારધીએ પોતાના ભાલાથી ભગવાનને ભેદી દીધા હતા. આ મંદિરમાં પારધીની ભગવાન સામે બે હાથ જોડીને ક્ષમા માંગતી મૂર્તિ પણ છે. જે શ્રીકૃષ્ણ પર ભાલો ચલાવીને પછતાઈ રહ્યો હતો.

શ્રીકૃષ્ણ અંતર્યામી હતા. તેઓ જાણતા હતા કે તેમને આ દુનિયા છોડીને જવાનો સમય થઈ ગયો છે. તેથી જ તેણે ભાલો ચલાવનાર પારધીને માફ કરી દીધો. કહેવાય છે કે જરાએ જ્યારે ભગવાનની માફી માગી ત્યારે ભગવાને તેમને રામાવતારની કહાની સંભળાવી. ત્રેતાયુગમાં ભગવાન રામે ઝાડની પાછળ છુપાઈને મહાન બાલીને બાણ માર્યું હતું. બાલીની પીડા જોઈને ભગવાન રામે વચન આપ્યું કે આવતા જન્મમાં તે બનશે અને તેના જ બાણથી મૃત્યુ પામીને પોતાના કર્મનું પ્રાયશ્ચિત કરશે. આ બાલી જ આ જરા પારધી હતો. જેના હાથે ભાલો વાગીને ભગવાન શ્રીકૃષ્ણ ઘાયલ થયા હતા.

ભગવાનને પગમાં બાણ વાગ્યું હતું. ઘાયલ થયેલા ભગવાન શ્રીકૃષ્ણ ભાલકા થી થોડે દૂર આવેલી હિરણ નદીના કિનારે પહોંચ્યા. હિરણ નદી સોમનાથથી 1.5 કિલોમીટર દૂર છે. કહેવાય છે કે આ નદીના કિનારે ભગવાન પંચતત્વમાં વિલીન થઈ ગયા. હિરણ નદીના કિનારે આજે પણ ભગવાનના ચરણોના નિશાન છે. આસ્થા દુનિયાભરમાં દેહોત્સાગ તીર્થના નામે ઓળખાય છે. સમુદ્રના કિનારે આવેલી એ જગ્યાને બાણગંગા કહેવાય છે. સમુદ્રમાં અંદર એ જગ્યાએ શિવલિંગ બનેલું છે.

Leave a Reply

Your email address will not be published.