ભારતમાં ઘણા એવા લોકો છે જેમણે પોતાની સારી એવી નોકરી છોડીને પોતાનો વ્યવસાય ચાલુ કર્યો છે. જેમાં તે સખત મહેનતથી પોતાના વ્યવસાયમાં સારી એવી કમાણી પણ કરી લે છે. આજે અમે એક એવા યુવાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે વિદેશની નોકરી છોડીને ભારતમાં બકરા પાલનનો વ્યવસાય શરૂ કર્યો. જેમાં હાલ તેઓ લાખોની કમાણી કરી રહ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. આટલું જ નહિ તેઓ આ વ્યવસાયમાં સારી કમાણી પણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ચીખલી તાલુકાના સાકરખેડા ગામમાં જન્મેલો અભિષેક ભરાડ પોતાની વિદેશી નોકરી છોડીને આજે બકરાપાલનમાં જોડાઈને લાખોની કમાણી કરી રહ્યો છે.
અભિષેકના પિતા સરકારી વિભાગમાં અધિકારી હતા. તેની આર્થિક પરિસ્થિતિ સારી હોવાથી તેણે પોતાના દીકરાને ભણાવવા માટે વિદેશ મોકલ્યો. અભિષેકે બીએસસી સુધી મહારાષ્ટ્રમાં અભ્યાસ કર્યો હતો. પછી 2018 માં બીએસસીની ડિગ્રી મેળવીને આગળના અભ્યાસ માટે તે અમેરિકા ગયો હતો.
તેણે અમેરિકાની લુઇસિયાના સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ પૂરું કર્યું હતું. તેમણે બે વર્ષ સુધી અમેરિકામાં રહીને લાખો રૂપિયાની નોકરી કરી હતી. તેમ છતાં તેણે પોતાનો વ્યવસાય કરવા માટે આ નોકરી છોડી દીધી. લાખો રૂપિયાની નોકરી છોડીને તેઓ અમેરિકાથી ભારત પરત આવ્યા.
અભિષેકનું સપનું હતું કે તે પોતાના જ દેશમાં રહી કંઈક એવો વ્યવસાય કરે કે જેનાથી બીજા ઘણા લોકોને રોજગારી મળી રહે. આથી તેઓ વિદેશી નોકરીને ઠુકરાવીને ભારત પાછા ફર્યા અને અહીં આવી 12 લાખ રૂપિયાનું રોકાણ કરીને બકરા. પાલનનું કામ શરૂ કર્યું.
અભિષેકે શરૂઆતમાં 120 બકરી ખરીદી. આ બકરીઓને ખવડાવવા માટે તેણે બાજરી, મકાઈ જેવા ચારાઓ પણ ઉગાડ્યા. અભિષેકે આ કામ કરવામાં ખૂબ મહેનત કરી. એક જ વર્ષમાં તેની મહેનત ફળી અને હાલ તેમની પાસે 8 જાતની જુદી જુદી 350 બકરીઓ છે. અભિષેક હાલમાં મહિને દસ લાખ કરતા પણ વધારે કમાણી કરી રહ્યો છે. અભિષેક પોતાની મહેનતથી આજે અહીં સુધી પહોંચ્યો છે. તેણે પોતાનું સપનું પૂરું કર્યું. હાલ તેઓ પશુપાલનના વ્યવસાયમાં લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.