ગુજરાતના આ ગામમાં આવેલુ છે સ્વયંભૂ ત્રિશૂળ, માત્ર દર્શન કરવાથી દૂર થાય છે તમામ દુખો

Religious

ભારત એક ધાર્મિક દેશ છે. અહીં ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દેવી દેવતાઓના દર્શન કરવા માટે ઉમટી પડે છે તથા મંદિરમાં આવતા બધા જ ભક્તોની દરેક મનોકામના દેવી દેવતાઓ પુરી કરે છે. દરેક મંદિર સાથે કોઈને કોઈ ચમત્કાર જોડાયેલ હોય છે. આવું જ એક મંદિર ગુજરાતમાં આવેલું છે, જે ખુબ જ પ્રખ્યાત છે.

ગુજરાતના જામનગર જિલ્લાના કાલાવડથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલા તુળશીયા ગામમા વરૂડી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. વરુડી માતાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. મંદિરે આવતા દરેક ભક્તોની મનોકામના માતા પૂર્ણ કરે છે. વરુડી માતાના આ મંદિરમાં તેમની બહેનોની મૂર્તિ પણ બિરાજમાન છે જેથી ભક્તોને તેમના દર્શન કરવાનો લાભ પણ મળે છે.

વરુડી માતાના આ મંદિર સાથે એક ખાસ માન્યતા જોડાયેલી છે. વરુડી માતાના આ મંદિરમાં દર વર્ષે સ્વયંભૂ ત્રિશૂળ જોવા મળે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો માતાના અને સ્વયંભૂ ત્રિશૂળના દર્શન કરવા માટે આવે છે. મંદિરમાં આવતા ભક્તો માનતા પણ માને છે જેથી દરેક ભક્તોની મનોકામના વરુડી માતા પૂર્ણ કરે છે. વરુડી માતાએ ઘણા પરચા પૂર્યા છે તેથી દૂર દૂરથી ભક્તો માતાના દર્શન કરવા માટે આવે છે.

વરુડી માતાના દર્શને આવતા તમામ ભક્તોના દુઃખડા માતા દૂર કરે છે. મંદિરમાં આવતા ભક્તો સ્વયંભૂ ત્રિશૂળના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મોટી સંખ્યામાં ભક્તો સ્વયંભૂ ત્રિશૂળના દર્શન કરવા માટે આવે છે. આ મંદિર સાથે ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે. કહેવાય છે કે વરુડી માતાના દર્શને આવતા તમામ ભક્તોના જીવનમાં માતા સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરી દે છે.

Leave a Reply

Your email address will not be published.