અંતિમ સમયે કર્ણએ ત્રણ આંગળીનો ઈશારો કરીને ભગવાન કૃષ્ણને કહી હતી આ વાત, મોટાભાગના લોકો આ સહસ્ય વિશે નથી જાણતા

Religious

ધાર્મિક ગ્રંથ મહાભારત સાથે ઘણી અલગ અલગ કહાનીઓ જોડાયેલી છે જેના વિશે તમે જાણતા જ હશો. પરંતુ એવી પણ ઘણી વાર્તાઓ છે જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. આજે અમે તમને મહાભારત સાથે જોડાયેલી પાંચ એવી કહાનીઓ જણાવીશું જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

મહાભારત ગ્રંથ અનુસાર જ્યારે કૌરવોની સેના પાંડવો સામે યુદ્ધ હારી રહી હતી, ત્યારે દુર્યોધન ભીષ્મ પિતામહ પાસે ગયો અને તેને કહ્યું કે તમે આ યુદ્ધ તમારી બધી શક્તિથી નથી લડી રહ્યા. આ સાંભળી ભીષ્મ પિતામહ ખૂબ ગુસ્સે થયા અને તરત જ પાંચ સોનાના બાણ લઈને કેટલાક મંત્રો પાઠવ્યા. મંત્રનો પાઠ કર્યા બાદ તેણે દુર્યોધનને કહ્યું કે આવતીકાલે તે આ પાંચ તીરોથી પાંડવોને મારી નાખશે.

પરંતુ દુર્યોધને ભીષ્મ પિતામહ પર વિશ્વાસ ન કર્યો અને બાણો લઈ લીધા અને કહ્યું કે તે કાલે સવારે આ બાણ પરત કરી દેશે. આ બાણ પાછળની વાર્તા પણ ખૂબ જ પ્રખ્યાત છે. જ્યારે ભગવાન કૃષ્ણને બાણો વિશે ખબર પડી ત્યારે તેમણે અર્જુનને બોલાવ્યા અને કહ્યું કે તમે દુર્યોધન પાસે જાઓ અને પાંચ બાણ માંગો. તમે એકવાર દુર્યોધનનો જીવ ગાંધર્વથી બચાવ્યો હતો. તેના બદલે તેણે કહ્યું હતું કે તેનો જીવ બચાવવા માટે એક વસ્તુ માંગો. તમારા માટે તે પાંચ સોનેરી બાણ માંગવાનો સમય આવી ગયો છે. આમ અર્જુન દુર્યોધન પાસે ગયો અને બાણ માંગ્યા.

બીજી કહાની મુજબ મહાભારના દ્રોણાચાર્યને ભારતની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી ગણી શકાય. આ વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે જે ભાગ્યે જ કોઈ જાણતુ હશે. દ્રોણાચાર્યના પિતા મહર્ષિ ભારદ્વાજ હતા અને તેમની માતા અપ્સરા હતી. વાસ્તવમાં એક સાંજે ભારદ્વાજ ગંગામાં સ્નાન કરવા ગયા. ત્યારે તેમણે ત્યાં એક અપ્સરાને સ્નાન કરતી જોઈ. તેની સુંદરતા જોઈને ઋષિ મુગ્ધ થઈ ગયા અને તેના શરીરમાંથી વીર્ય નીકળ્યું. જેને ઋષિએ માટીના વાસણમાં જમા કરીને અંધારામાં રાખ્યું. જેમાંથી દ્રોણાચાર્યનો જન્મ થયો હતો.

ત્રીજી કહાની મુજબ મહાભારતના યુદ્ધમાં ઉડુપીના રાજાએ તટસ્થ રહેવાનો નિર્ણય લીધો હતો. ઉડુપીનો રાજા ન તો પાંડવોના પક્ષમાંથી હતો કે ન તો કૌરવોના પક્ષમાંથી હતો. ઉડુપીના રાજાએ કૃષ્ણને કહ્યું હતું કે કૌરવો અને પાંડવોની આટલી મોટી સેનાને ખોરાકની જરૂર પડશે અને અમે બંને બાજુની સેનાઓને ભોજન તૈયાર કરીને ખવડાવીશું.

આમ 18 દિવસ સુધી ચાલેલા મહાભારતના યુદ્ધમાં ક્યારેય ખોરાકની અછત થઈ ન હતી. જ્યારે સેનાએ રાજાને આ વિશે પૂછ્યું તો તેણે કૃષ્ણને શ્રેય આપ્યો. રાજાએ કહ્યું કે જ્યારે કૃષ્ણ ખોરાક ખાય છે. ત્યારે તેમને તેમના આહારમાંથી ખબર પડે છે કે કાલે કેટલા લોકો મૃત્યુ પામવાના છે અને તે મુજબ ભોજન તૈયાર કરવામાં આવે છે.

ચોથી કહાની મુજબ જ્યારે દુર્યોધન કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો, તે સમયે તેણે પોતાની ત્રણ આંગળીઓ ઉંચી કરી હતી. જેની સાથે એક રહસ્ય જોડાયેલું છે. ભગવાન કૃષ્ણ આ સમયે તેમની પાસે ગયા. શ્રી કૃષ્ણએ દુર્યોધનની આંગળીઓ જોઈ અને તેઓ સમજી ગયા કે દુર્યોધન કહેવા માંગતો હતો કે જો તેણે યુદ્ધમાં ત્રણ ભૂલો ન કરી હોત તો તે યુદ્ધ જીતી શક્યો હોત. પરંતુ કૃષ્ણએ દુર્યોધનને કહ્યું કે તે કંઈપણ કર્યું હોત તો પણ તું હારી ગયો હોત. આ સાંભળીને દુર્યોધને આંગળી નીચી કરી દીધી.

પાંચમી કહાની મુજબ કર્ણ દાન આપવા માટે ખૂબ પ્રખ્યાત હતો. જ્યારે કર્ણ યુદ્ધના મેદાનમાં અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો, ત્યારે ભગવાન કૃષ્ણ તેના દાનની પરીક્ષા કરવા માંગતા હતા. તે એક ગરીબ બ્રાહ્મણ તરીકે કર્ણ પાસે ગયા અને કહ્યું કે, મે તમારા વિશે ઘણું સાંભળ્યું છે અને મારે હવે તમારી પાસેથી થોડુ દાન જોઈએ છે. કર્ણએ જવાબમાં કહ્યું કે તમે જે ઈચ્છો તે માગો.

બ્રાહ્મણે સોનું માંગ્યું. કર્ણએ કહ્યું કે, જે સોનું મારા દાંતમાં છે તે તમે તેને લઈ શકો છો. બ્રાહ્મણે જવાબ આપ્યો કે હું એટલો કાયર નથી કે તમારા દાંત તોડી નાખું. કર્ણએ ત્યારબાદ એક પથ્થર ઉપાડ્યો અને તેના દાંત તોડી નાખ્યા. બ્રાહ્મણે તે પણ લેવાની ના પાડી દીધી, કારણ કે તે લોહીથી ખરડાયેલું આ સોનું લઈ શકે તેમ નથી. ત્યારબાદ કર્ણએ એક તીર ઉઠાવ્યું અને આકાશ તરફ માર્યું. આ પછી વરસાદ શરૂ થયો અને દાંત ધોવાઈ ગયા. આમ કર્ણ સાથે પણ રસપ્રદ કહાની જોડાયેલ છે જેથી તેમને દાનવીર કર્ણ તરીકે ઓળખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.