તાજ હોટલમા થશે જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની દીકરીના લગ્ન, જાણો કેવી રીતે ચાલો રહી છે તૈયારીઓ

Lifestyle

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો તેની અનોખી સ્ટોરી અને પાત્રોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત બન્યો છે. દિલીપ જોશી એટલે કે તારક મહેતાના જેઠાલાલ આ તમામ પાત્રોમાં સૌથી સફળ વ્યક્તિ છે. આ સિવાય તે શોનો સૌથી વધુ પગાર મેળવનાર સભ્ય પણ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકોને એ જાણીને ખુશી થશે કે આ અભિનેતાની પુત્રી નિયતિ જોશી આ મહિને લગ્ન કરી રહી છે.

દિલીપ જોષી દીકરીના લગ્નની તૈયારીઓમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. દિલીપ જોશીને બે બાળકો છે. તેમના પુત્રનું નામ ઋત્વિક જોશી અને પુત્રીનું નામ નિયતિ જોશી છે. એવા સમાચાર છે કે દિલીપ જોશીની દીકરીના આ મહિને લગ્ન થવાના છે. અહેવાલ અનુસાર વરરાજા એનઆરઆઈ છે અને લગ્ન 11 ડિસેમ્બર, 2021ના રોજ થશે.

દિલીપ જોશીની નજીકના એક સૂત્રએ એક એન્ટરટેઈનમેન્ટ સાઈટને જણાવ્યું છે કે આ લગ્નનું આયોજન કોઈ ભવ્ય ભારતીય લગ્નથી ઓછું નથી. દીકરીના લગ્ન માટે દિલીપ જોશી વ્યક્તિગત રીતે તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. માહિતી અનુસાર નિયતિ જોશી મુંબઈની તાજ હોટલમાં લગ્ન કરવા જઈ રહી છે.

વધુમાં સૂત્રો જણાવે છે કે આ લગ્નમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમને આમંત્રણ આપવામાં આવ્યું છે. દિશા વાકાણી સહિત ઘણા જૂના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ દયાબેન ભાગ્યે જ લગ્નમાં હાજરી આપશે. દિશા અને દિલીપ ખૂબ સારા મિત્રો છે, પરંતુ તેઓ લગ્નમાં જવાની ના પાડે છે.

જોકે દયાભાભી ઉર્ફે દિશાએ દિલીપની દીકરીને ઘણો પ્રેમ અને આશીર્વાદ મોકલ્યા છે. તે દિલીપ જોશીના પરિવારને મળવા અંગત રીતે આવી શકે છે. તો બીજી બાજુ શોની ટીમ આ ફંક્શનનો ભાગ બનવા માટે ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે દિલીપ જોશીએ હાલમાં આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા કે જાહેરાત કરી નથી.

Leave a Reply

Your email address will not be published.