સૌરાષ્ટ્રને સંતોની ભૂમિ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ઘણા બધા સંતો થઈ ગયા. આજે સૌરાષ્ટ્રમા જેટલા અન્ન ક્ષેત્રો ચાલે છે તેટલા દુનીયામા ક્યાય નહી ચાલતા હોય એ સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાસીયત છે. દોસ્તો જ્યારે પણ સંતોનુ નામ પડે એટલે ભાવનગરના બગદાણા મા બાપા સીતારામનુ નામ યાદ આવે છે.
બાપા સીતારામ સિવાય પણ અનેક સંતો આપણા સૌરાષ્ટ્રમા થઈ ગયા છે. પરંતુ આજે અમે તમને જેની વાત કરવા જઈ રહ્યા છીએ એ સૌરાષ્ટ્રના હડમતીયા ગામના સંત શ્રી કાળુબાપુની છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતીયા ગામે સંત શ્રી કાળુબાપુનો સુંદર આશ્રમ આવેલો છે જયા રોજ અનેક શ્રધ્ધાળુ આવે છે.
આ આશ્રમ ખુબ વિશાળ છે. આ આશ્રમમાં અન્ન ક્ષેત્ર ચાલે છે જેથી અહીં જે કોઈપણ આવે છે તે ભુખ્યા પેટે જતુ નથી. આશ્રમ દ્વારા દર વર્ષે સમુહ લગ્નનુ આયોજન પણ કરવામા આવે છે. આ આશ્રમના સંત શ્રી કાળુબાપુની ખાસ વાત એ છે કે બાપુ નુ જીવન એકદમ સાદુ છે.
સંત શ્રી કાળુબાપુ કંતાનના વસ્ત્રો પહેરે છે. સંત શ્રી કાળુબાપૂ વર્ષોથી મૌન છે. આ ઉપરાંત તેઓ પોતાની ઝુપડીમા કલાકો સુધી ધ્યાન ધરે છે. ધન્યતાની વાત એ છે કે આજના જમાનામા પણ કાળુબાપુ જેવા સંતો હયાત છે જે મોટરકાર અને આઈ ફોન જેવા ફોન ઉપયોગ નથી કરતા પણ સાદુ જીવન જીવે છે અને લોકોને ઉપયોગી થાય છે.
કાળુબાપુએ અત્યાર સુધીમા અનેક ગામોમા સમુહ લગ્ન કરાવ્યા છે. બાપુએ ઘણા વર્ષોથી અન્નનો દાણો મોઢામા નથી નાખ્યો. કાળુબાપુ ભોજનમાં માત્ર દૂધનું સેવન કરે છે. બાપુ મોટા ભાગે ધ્યાનમા રહે છે અને ભાગ્યે જ દિવસમા એકવાર પોતાની ઝૂંપડીમાથી બહાર આવે છે. કહેવાય છે કે નસીબદાર હોય તેને જ બાપુ ના દર્શન થાય છે. ખરેખર ધન્ય છે સૌરાષ્ટ્રની ધરા જેમને આવા સંતો મળ્યા છે.