દુનિયામાં અનેક ફળો છે અને દરેકના ભાવ જુદા જુદા હોય છે. ફળોની કિંમત સામાન્ય રીતે 400 થી 500 રૂપિયા વચ્ચે હોય છે. ભારતમાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી છે. સફરજન, દ્રાક્ષ, દાડમ, નારંગી, કેરી અને લીચી બધાએ ખાધા હશે, પરંતુ જો કોઈ ફળ તમને લાખો રૂપિયા કિલો મળે તો તમે શું કરશો? ખરીદી તો દૂરની વાત છે સામાન્ય માણસ તેનું સપનુ પણ જોઈ શકતો નથી.
દુનિયામાં એવા ઘણા ફળો છે જેનો ભાવ સાંભળીને માણસ ભાન ગુમાવી દેશે. જાપાનમાં એક એવું જ ફળ છે જેની કિંમત લાખો રૂપિયા છે જે કોઈ સામાન્ય માણસ ક્યારેય ખરીદવાનું વિચારી શકતો નથી. આ મોંઘા ફળ અને તેની કિંમત વિશે આવો જાણીએ તથા આ ફળમાં એવું શું છે જેથી આટલું મોંઘું વેંચાય છે.
કેટલાક લોકોમાં અલગ અલગ ફળ ખાવાનો ક્રેઝ હોય છે. આ ફળોની કિંમત 100 રૂપિયાથી લઇને 1000 રૂપિયા સુધીની હોઈ શકે છે. પરંતુ જે ફળ વિશે આજે તમને જણાવવામા આવી રહ્યું છે તેની કિંમત લાખો રૂપિયા છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ લાખો રૂપિયાની કિંમતનું ફળ કયું છે.
જાપાનમાં આ ફળની હરાજી કરવામાં આવી હતી. વિશ્વના સૌથી મોંઘા ફળોમાંના એક આ ફળને યુબરી મેલન કહેવામાં આવે છે. આ ફળ જાપાનમાં ખેતી કરી ત્યાં વેચવામાં આવે છે. આ ફળની નિકાસ ખૂબ ઓછી છે. તે સૂર્યપ્રકાશમાં નહીં પરંતુ ગ્રીનહાઉસમાં ઉગાડવામાં આવે છે.
જાપાનમાં મળી આવેલા યુબરી લેમનની કિંમત દસ લાખ રૂપિયા છે. આ તરબૂચની હરાજી વર્ષ 2019 માં તેત્રીસ લાખ રૂપિયામાં કરવામાં આવી હતી. નારંગી જેવા દેખાતા આ ફળ અંદરથી ખૂબ મીઠા હોય છે. આ ફળની કિંમત જાણીને બધા ચોંકી જાય છે.