આજના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. લોકો સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરે છે. પરંતુ તેમાંના મોટા ભાગના લોકો તો ટાઇમ પાસ માટે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા માત્ર ટાઇમ પાસનું સાધન નથી પરંતુ તેનાં ઉપાયોથી કેટલાક લોકો કમાણી પણ કરે છે. તે લોકો માટે સોશિયલ મીડિયા આવકનો સ્ત્રોત છે.
જો તમારામાં ટેલેન્ટ હોય તો નાની ઉંમરમાં પણ સફળતા મેળવી શકાય છે. ગુજરાતના મોહિત ચુરીવાલ નામના યુવકે સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિભા બતાવી અને સફળતા હાંસલ કરી છે. આ યુવકની ઉંમર માત્ર 15 વર્ષની છે. તેણે 15 વર્ષની ઉંમરે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી કરોડપતિ બનીને 18 વર્ષની ઉંમરે પોતાની કંપની બનાવી. નાની ઉંમરમાં સફળતા મેળવેલ આ બાળક વિશે આજે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે.
ગુજરાત રાજ્યના સુરતનો રહેવાસી મોહિત જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેણે ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ જ્યારે તે 15 વર્ષનો થયો ત્યારે તેણે ફેમસ થવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. એ સમયે સોશિયલ મીડિયા નવું હતું. જેથી તેણે ઈન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ બનાવ્યું અને તેનું આ એકાઉન્ટ એટલું ફેમસ થઈ ગયું કે તેણે આ અકાઉન્ટ 7 લાખ રૂપિયામાં વેચી દીધું. બસ અહીંથી તેની સફળતાની શરૂઆત થઇ હતી.
મોહિતે આવક મેળવવા માટે યુટ્યુબ પર એક ચેનલ બનાવી હતી. આ ચેનલ બનાવ્યા પછી પણ તેને નિષ્ફળતા જ મળી પરંતુ તે નિરાશ થયો નહીં અને તેણે ફરીથી સફળ થવા માટે નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ મોહિતે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યું અને આ પેજ પર મહેનત કરતો રહ્યો. મોહિતના આ પેજમાં ખુબ જ લાઈક આવવા લાગી. ત્યારબાદ આ ઈન્સ્ટાગ્રામ પેજ મોહિતે 7 લાખ રૂપિયામાં વેચી દીધું.
મોહિતે વધારે કમાણી કરવા માટે એક નવી કંપની શરૂ કરવાનું નક્કી કર્યું. પરંતુ નવી કંપની શરૂ કરવા માટે મોહિતને વધારે પૈસાની જરૂરીયાત હતી. તેથી તેણે અલગ-અલગ કંપનીઓની સાથે કામ કરવાનું શરૂ કર્યું. આ કંપનીઓની સાથે કામ કર્યા બાદ મોહિતને સફળતા મળતી ગઈ હતી. ત્યારબાદ મોહિતે 18 વર્ષની ઉંમરે પોતાની કંપની શરૂ કરી હતી. કંપની બનતાની સાથે જ તેને દર મહિને 3 લાખ રૂપિયા સુધીની કમાણી થવા લાગી. આમ પોતાના દમ પર મોહિત સફળ બન્યો.