દીકરીને વિદાય આપતી વખતે જેઠાલાલ થયા ભાવુક, તસ્વીર શેર કરી કહી દીધી આ ભાવુક વાત

Lifestyle

તાજેતરમાં જ ટેલિવિઝનના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોષીની દીકરીના લગ્ન થયા છે. સોશિયલ મીડિયા પર તેનાં લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. દિલીપ જોષીની પુત્રી નિયતિ જોશીને તેનો જીવનસાથી મળી ગયો છે. લગ્નની તસવીરો દિલીપ જોશીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.

હાલમાં જ દિલીપ જોશીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં તેઓ તેમની દીકરીના લગ્નના રિસેપ્શનમાં ડ્રમ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તસવીરો શેર કરતા દિલીપ જોશીએ લખ્યું, તમે ફિલ્મો અને ગીતોમાંથી લાગણીઓ લઈ શકો છો, પરંતુ જ્યારે વાસ્તવિક જીવનમાં તમારી સાથે આવું થાય છે, ત્યારે તેની અનુભૂતિ અલગ હોય છે.

દિલીપ જોષીએ કહ્યુ કે, ફિલ્મ અને વાસ્તવિક જીવન બંને વચ્ચે કોઈ સરખામણી નથી. હું મારી પુત્રી નિયતિ અને નવા જમાઈ યશોવર્ધનને આ નવી સફર પર શુભેચ્છા પાઠવું છું. હું એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેઓ અમારી સાથે આ ઉજવણીનો ભાગ હતા, જેમણે દંપતીને આશીર્વાદ મોકલ્યા હતા. જય સ્વામિનારાયણ.

તમને જણાવી દઈએ કે નિયતિના જીવન સાથીનું નામ યશોવર્ધન મિશ્રા છે, જે લોકપ્રિય લેખક અશોક મિશ્રાના પુત્ર છે. દિલીપ જોશીની પુત્રી અને યશોવર્ધન મિશ્રા એક જ કોલેજમાં સાથે ભણ્યા હતા. આ કારણે બંનેના દિલ મળ્યા અને વાત આગળ વધી. ધીમે ધીમે તેઓએ એક બીજાના પરિવારને વાત કરી.

વર્ષોથી એકબીજાને જાણ્યા બાદ એક સમય એવો આવ્યો જ્યારે બંનેને લાગ્યું કે હવે તેમના સંબંધોને લગ્નનું નામ આપવું જોઈએ. યશોવર્ધન અને નિયતિના લગ્ન ગયા વર્ષે થવાના હતા, પરંતુ લોકડાઉનને કારણે તે શક્ય નહોતું અને લગ્નની તારીખ મોકૂફ રાખવામાં આવી હતી. હાલ થોડા સમય પહેલા જ યશોવર્ધન અને નિયતિના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્ન બાબતે ચર્ચાઓ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.