સરધાર મંદિરમાં 40 કિલો સોનાના સિંહાસન પર બિરાજ્યા ભગવાન સ્વામિનારાયણ, દર્શન કરવા માટે લાખો લોકોનો મેળાવડો જામ્યો

Religious

10 ડિસેમ્બરથી સ૨ધા૨ સ્વામિનારાયણ મંદિ૨ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે. ત્યારે ચોથા દિવસે સવારના સમયે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે સ૨ધા૨ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિ૨માં 40 કિલો સોનાના સિંહાસન પ૨ મૂર્તિ પ્રતિષ્ઠા ક૨વામાં આવી હતી. જે જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

લગભગ 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને ભવિષ્યવાણી કરી હતી કે અહીં મોટું મંદિર શિખર થશે. જેથી હવે અહીં સૌરાષ્ટ્રના નજરાણારૂપ કલાત્મક નક્શીકામયુક્ત 70000 ઘનફૂટ બંસીપહાડપુર ગુલાબી પથ્થરમાં 155 ફૂટ લંબાઈ અને 105 ફૂટ પહોળાઈ તેમજ 86 ફૂટ ઊંચાઈ ધરાવતું વિશાળ પાંચ શિખરયુક્ત મંદિર બનાવવામાં આવ્યું છે.

સરધાર ધામને આંગણે ભગવાન સ્વામિનારાયણનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ જ પૂરો થયો છે. 17 ડિસેમ્બરના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહોત્સવમાં ઉપસ્થિતિ રહ્યા હતા. જ્યાં અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનિઝશન દ્વારા 117 પેજની આમંત્રણ પત્રિકા, સૌથી ઓછા વજનની શિક્ષાપત્રી અને નિત્યસ્વરૂપદાસ સ્વામીની 621 ઘરસભા સહિતના ત્રણ વર્લ્ડ રેકોર્ડની નોંધણી કરવામાં આવી હતી અને તેના સર્ટિફિકેટ સ્વામી નિત્યસ્વરૂપદાસજીને એનાયત કરવામાં આવ્યા હતા.

સરધાર ધામને આંગણે યોજાયેલો આ મહોત્સવ ભારતનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ હતો. જેમાં લાખો હરિભક્તો હાજર રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સરધારમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બન્યા હતા. આ મહોત્સવ દરમિયાન એક લાખ લોકો બેસી શકે તે માટે વિશાળ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

સરધાર ધામને આંગણે ઉજવાયેલા મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, સરધારમાં ભવિષ્યમાં મંદિર થશે તેવા ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ હતા જેથી આજે મંદિર સ્વરૂપે મૂર્તિમંત થયા છે. સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે સાંજે ભવ્ય લાઈટ અને સાઉન્ડ શો યોજાયો હતો.

મહોત્સવના સ્થળે 200 એકર જગ્યામાં રોશનીનો ઝગમગાટ કરાયો હતો. સરધાર મંદિરમાં જ એકસાથે 300 થી વધુ રંગબેરંગી લાઈટ અને 7500 વોટની સિસ્ટમ સાથે યોજાયેલા શોમાં એક લાખથી વધુ હરિભક્તો જોડાયા હતા. એટલું જ નહી, શનિવારથી 1009 કુંડી શ્રી હરિ મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં યજમાનો તથા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવી હતી.

આ ઉપરાંત પ્રાસાદિક તળાવમાં સુંદરઘાટનું ઉદ્ધાટન તથા જાહેર જનતા માટે નૌકાવિહારનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. ઐતિહાસિક દરબારગઢને જાહેર જનતા માટે મ્યુઝિયમ સ્વરૂપે ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ સરધારધામમાં દીક્ષા મહોત્સવ યોજાયો અને મહામંત્ર પ્રાગટ્ય સહિતના કાર્યક્રમો, 16મીએ અન્નકૂટોત્સવ-સત્સંગ-હાસ્ય ડાયરો, 17મીએ ફૂલડોલોત્સવ, રાસોત્સવ યોજાતો અને 18 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતી ધામધૂમથી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.