સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી મળે છે આટલું મોટું પુણ્ય, કથા તો સાંભળી હશે આ વાત પણ જાણી લ્યો

Religious

સત્યનારાયણ ભગવાનની કથા સદીઓથી લોકો સાંભળતા આવે છે. કોઈ પણ શુભ કાર્ય બાદ સત્યનારાયણની કથા અવશ્ય કરવામાં આવે છે. જ્યોતિશીઓના કહેવા પ્રમાણે સત્યનારાયણ વ્રતનું અનુષ્ઠાન કરીને વ્યક્તિ પોતાના તમામ દુખોમાંથી મુક્તિ મેળવી શકે છે. સામાન્ય રીતે લોકો માનતા પુરી થવા પર સત્યનારાયણની કથા અને વ્રતનું આયોજન કરે છે. પરંતુ જીવનમાં સુખ, શાંતિ અને સંપન્નતા માટે પણ ભગવાન સત્યનારાયણની પુજા કરવામાં આવે છે.

ભગવાન સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું જ એક રૂપ છે. ભગવાન સત્યનારાયણનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં જોવા મળે છે. સ્કંદ પુરાણમાં ભગવાન વિષ્ણુએ નારદજીને આ વ્રતનું મહત્વ જણાવેલ છે. કળીયુગમાં સૌથી સરળ, પ્રચલિત અને પ્રભાવશાળી પુજા ભગવાન સત્યનારાયણની પુજાને જ માનવામાં આવે છે. કહેવાય છે કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા સત્યનારાયણની કથા કરવામાં આવે છે. આજે અમે આ કથા સાથે જોડાયેલું રહસ્ય જણાવીશું.

પુરાણો અનુસાર સત્ય નારાયણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે. સત્યને નારાયણનાં રૂપમાં પુજવાને જ સત્યનારાયણની પુજા કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે આ સંસારમાં નારાયણ જ એકમાત્ર સત્ય છે, બાકી બધી મોહ માયા છે. સત્યમાં જ આ સંસાર સમાયેલો છે. સત્ય વગર આ સંસાર કંઈ પણ નથી. પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે સત્યનારાયણની કથા કરાવવાથી હજારો વર્ષો સુધી કરવામાં આવેલા યજ્ઞ જેટલું ફળ મળે છે.

ધાર્મિક ગ્રંથો અનુસાર સત્યનારાયણની કથા સાંભળવી એ સૌભાગ્યની વાત માનવામાં આવે છે. કહેવાય છે કે સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિએ વ્રત જરૂર રાખવું જોઈએ. તેનાથી શ્રી જીવનના બધા કષ્ટો દુર થાય છે. કહેવાય છે કે સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું જ રૂપ છે. તેવામાં સત્યનારાયણની કથા કરાવવા અને સાંભળવાથી ભક્ત પર વિષ્ણુની કૃપા વરસવા લાગે છે.

સત્યનારાયણની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે. તમને જણાવી દઈએ કે પુનમના દિવસે સત્યનારાયણની કથા કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન સત્યનારાયણની વિશેષ કૃપા મળે છે. સાથો સાથ સત્યનારાયણની કથાનો પાઠ કેળાનાં વૃક્ષની નીચે અથવા ઘરનાં બ્રમ્હ સ્થાન પર કરવું ઉત્તમ માનવામાં આવેલ છે. કથાનાં ભોગમાં પંજરી, પંચામૃત, કેળા અને તુલસી અવશ્ય સામેલ કરવા જોઈએ. સત્યનારાયણની કથાથી જીવનમાં સમૃદ્ધિ આવવાની માન્યતા છે.

Leave a Reply

Your email address will not be published.