માત્ર આઠ ધોરણ ભણેલો ગામડાનો છોકરો કેવી રીતે બની ગયો ગુજરાતી ગીતોનો બાદશાહ, જાણો જીગ્નેશ કવિરાજની સફળતાની કહાની

Story

ગુજરાતમાં ઘણાં બધા લોકપ્રિય ગાયકો છે પરંતુ જીગ્નેશ કવિરાજને સમગ્ર ગુજરાતી ફીલ્મી જગત સુરોના શહેનશાહ તરીકે ઓળખે છે. જીગ્નેશ કવિરાજના ગીત નાના મોટા સૌ કોઈને સાંભળવા ગમે છે. આ વાત આપણે સૌ કોઈ જાણીએ છે. આજે અમે તમને જણાવીશું કે કંઈ રીતે સંગીત ક્ષેત્રે તેમણે આટલી મોટી સફળતા મેળવી. આજે તેમના ગીતોના ચાહક ફક્ત ગુજરાતમા જ નહી પરંતુ, દુબઈ, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામા પણ છે.

ગાયક કવિરાજ જીગ્નેશનો જન્મ વર્ષ 1988 મા સપ્ટેમ્બર માસની ત્રીજી તારીખે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગ્રામ્ય વિસ્તારમા થયો હતો. જીગ્નેશનો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો. તેમને પહેલેથી જ સંગીતક્ષેત્રે ખુબ જ લગાવ હતો. તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે લાંબા સમયથી જોડાયેલા હતા.

જીગ્નેશ કવિરાજને બાળપણથી જ તેમના પિતા અને કાકા ભજનના પ્રોગ્રામમા સાથે લઈ જતા. પરંતુ તેમના ઘરના સદસ્યોની એવી ઈચ્છા હતી કે, તે ભણવામા થોડુ ધ્યાન આપે અને આગળ વધે. એક દિવસ તેમના ઘરના પ્રાંગણમા એક લગ્નપ્રસંગ નું આયોજન કરવામા આવ્યુ હતુ અને ત્યા તેમણે લગ્નગીત ગાવા આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને એક ગીત ગાવા માટે વિનંતી કરી હતી.

ફક્ત તેર વર્ષની વય ધરાવતા જીગ્નેશ કવિરાજને જોઈ અને કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપે છે અને મોકા ઉપર ચોકો મારીને જીગ્નેશ કવિરાજ તેના પ્રિય મણિરાજ બારોટનુ ‘લીલી તુવેર સૂકી તુવેર’ ગીત ગાય છે. આ સમયે કવિરાજનો મધુર અવાજ સાંભળી કમલેશભાઈને ખૂબ જ આનંદ થયો. આ પ્રસંગ બાદ કમલેશભાઈએ તેમને પોતાના સ્ટુડિયોએ આવીને મળવા માટે કહ્યુ.

કવિરાજની કારકીર્દીની સૌથી પહેલી ઓડિયો કેસેટ બહાર પડી જેનુ નામ ‘દશામાની મહેર’ છે. આ કેસેટ લોકોને એટલી બધી ગમી કે તે લાખોની સંખ્યામા વહેંચાઈ અને ત્યારબાદ તેમનુ નામ આખા ગુજરાતમા ખૂબ જ લોકપ્રિય બની ગયુ હતુ. કવિરાજે માત્ર આઠ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. તેમણે પોતાની કળા થકી જીવનમાં ખૂબ જ નામ મેળવ્યું.

એક સમય એવો હતો કે તેમનું જીવન ગરીબીમાં વીત્યું હતું. ઘરમાં ખાવાના પણ ફાંફા હતા પરંતું હાલમાં તે વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. તેમની પાસે એક ભવ્ય ઘર, ફોર્ચ્યુનર ગાડી અને ઇનોવા કાર પણ છે. આ સિવાય તેમની પાસે ખૂબ પ્રોપર્ટી પણ છે. ખાસ કરીને કવિરાજનું ગીત હાથમા છે વ્હીસકી અને આંખોમા પાણી લોકોમાં ખુબ જ લોકપ્રિય બન્યુ હતુ.

અત્યાર સુધી કવિરાજે તેમના ગુરુ એવા કીર્તિદાન ગઢવી સાથે અનેક લોકડાયરા કર્યા છે.આ સિવાય તેમણે કિંજલ દવે, વિક્રમ ઠાકોર, ગમનભાઈ સાંથલ સાથે પણ ઘણા ગીતો અને ડાયરાઓ કર્યા છે. તેઓ જણાવે છે કેસફળતા મેળવવા માટે સારા અનુભવો કરતા ખરાબ અનુભવો તમને વધુ કામ લાગશે. આજે જીગ્નેશ કવિરાજનુ નામ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતમા છવાયેલુ છે. તેમનુ એક ગીત આવતાની સાથે જ લાખો લોકો તેને સાંભળવા માટે તત્પર રહે છે.

Leave a Reply

Your email address will not be published.