આ મંદિરમાં માનતા રાખવાથી તોતડું બોલનાર વ્યક્તિને થાય છે સારું, દેશ વિદેશથી માનતા રાખવા આવે છે ભક્તો

Religious

ભારત ધાર્મિક દેશ છે. અહી ઘણા બધા દેવી-દેવતાના મંદિર આવેલા છે. દરેક મંદિર સાથે કોઈને કોઈ રહસ્ય જોડાયેલું હોય છે. ભક્તો દૂર દૂરથી પૂરી શ્રદ્ધાથી દેવી દેવતાઓના દર્શને આવે છે. દરેક મંદિરોમાં અવાર નવાર ચમત્કાર જોવા મળે છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે.

આ મંદિરમાં જે લોકો સાચા મનથી માનતા રાખે છે, તેમને માતાજીના આશીર્વાદથી સફળતા મળે છે. માતા દરેક ભક્તોની માનતા પૂરી કરે છે. જો કોઈનું બાળક તોતડું બોલતું હોય અને તે મહામાયા દેવીની માનતા રાખે તો માતાની કૃપાથી તેમનું બાળક ચોખ્ખું બોલવા લાગે છે. લોકો દૂર દૂરથી માતાના મંદિરે આવે છે અને માતાની માનતા રાખે છે અને માતા તેમના દરેક ભક્તની માનતા પૂર્ણ કરે છે.

મહામાયા માતાના આ મંદિરે મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે છે. મહામાયા દેવીનું આ મંદિર જયપુરથી 48 કિલોમીટર દૂર અરવલ્લીની પર્વતમાળામાં આવેલું મંદિર છે. આ મંદિરે ભક્તો પોતાની માનતા લઈને દૂર દૂરથી આવે છે અને તેમની માનતા પૂરી થતાં પૂરી શ્રદ્ધાથી આ મંદિરે પોતાની માનતા રાખેલી પુરી કરવા માટે પણ આવે છે. ગુજરાત,રાજસ્થાન,પંજાબના લોકો પણ પોતાની માનતા રાખવા માટે અહી આવે છે.

મહામાયા દેવીના દર્શન કરવા માટે બે કિલોમીટર રણમાં ચાલીને લોકો આ દેવીના દર્શને જાય છે. આ મંદિરમાં ચાંદીની કે કોઈ પણ ધાતુની જીભ ચડાવીને પોતાની રાખેલી માનતા પુરી કરવામાં આવે છે. જે કોઈ ભક્ત પૂરી શ્રદ્ધાથી માતાની માનતા રાખે છે તેની મનોકામના મહામાયા દેવી પૂર્ણ કરે છે. માનતા પૂરી થતાં ભક્તો માતાના શરણે આવે છે અને ધાતુની જીભ અર્પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published.