પિતાએ રાત દિવસ મહેનત કરી દીકરીને ભણાવી, આજે માત્ર 24 વર્ષની ઉંમરે યુપીએસસીની પરીક્ષા પાસ કરી દીકરી બની આઈએએસ અધિકારી

Story

આજના સમયમાં ભણતર ખુબ જ જરૂરી છે. પરંતુ કેટલાક લોકો ખરાબ પરિસ્થિતિને કારણે અભ્યાસ કરી શકતા નથી. આજે અમે તમને એક એવી વ્યક્તિ વિશે જણાવીશું જેણે પરિસ્થિતિ ખરાબ હોવા છતાં હાર માની નહી અને રાત દિવસ મહેનત કરીને સફળતા હાંસલ કરી. હરિયાણાના બસઈ ગામમાં રહેતી મમતા યાદવ એક સામન્ય પરિવારમાં જન્મી હતી. મમતા યાદવના પિતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે સામાન્ય પગાર પર નોકરી કરતા હતા.

મમતા જ્યારે ચોવીસ વર્ષની થઇ ત્યારે મમતાએ તેનું અધિકારી બનવાનું સપનું પૂરું કરવાનું નક્કી કર્યું હતું. ઘરની પરસ્થિતિ ખરાબ હતી પરંતુ મમતા હિંમત હારી નહિ અને પોતાના સપનાની ઉડાન ભરવા લાગી. મમતાએ દિવસ રાત મહેનત કરીને યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવાની શરૂ કરી હતી. સમય જતા મમતા યાદવનું યુપીએસસી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું તે સમયે મમતા યાદવે યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવીને સમગ્ર ભારતમા 556 મો નંબર મેળવ્યો હતો.

મમતા યાદવે આઈઆરએસ અધિકારી બનીને તેના પરિવારનું નામ રોશન કર્યું. ત્યારબાદ મમતા યાદવે ભારતીય રેલ્વે કર્મચારી સેવાની તાલીમ લેવાની શરૂ કરી હતી. પરંતુ છતાં પણ તેનું આઇએએસ અધિકારી બનવાનું સ્વપ્ન અધૂરું હતું. તેથી મમતાએ ફરી એકવાર યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને તૈયારી કરવાની શરૂ કરી હતી.

બીજા પ્રયાસે સખત મહેનત સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને મમતાએ સમગ્ર ભારતમાં પાંચમો નંબર મેળવી સફળતા પ્રાપ્ત કરી પોતાનું અધૂરું સપનું પૂરું કર્યું હતું. મમતાએ બારમા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરીને દિલ્હી યુનિવર્સિટીમાંથી તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું, ત્યારબાદ મમતાએ યુપીએસસી પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને કોચિંગમાં જોડાયા વગર જાતે જ તૈયારી કરવાની શરૂ કરી હતી. મમતાએ ખૂબ મહેનત કરી અને આજે તેના માતાપિતાનું નામ રોશન કર્યું.

Leave a Reply

Your email address will not be published.