કોણ છે બિઝનેસમેન પિયુષ જૈન, કે જેની ઘરે ઇન્કમ ટેક્સ વિભાગે રેડ પાડતા મળ્યા એટલા રૂપિયા કે ગણવા માટે મશીનોની લાઈન લગાવવી પડી

India

મીડિયા રિપોર્ટ અનુસાર ઉદ્યોગપતિ પિયુષ જૈનના દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમને મોટી માત્રામાં રોકડ મળી છે. મળતી માહિતી અનુસાર 24 કલાક બાદ પણ નોટોની ગણતરી પૂરી થઈ શકી નથી. અત્યાર સુધીમાં લગભગ 150 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. એવામાં પિયુષ જૈન કોણ છે અને આટલા પૈસા ક્યાંથી આવ્યા તે જાણવું સ્વાભાવિક છે.

પિયુષ જૈન મૂળ ઉત્તર પ્રદેશના કન્નોજના રહેવાસી છે. કન્નોજની છપટ્ટી શેરીમાં હોળી ચોકમાં તેમનું ઘર છે. તે એક ઉદ્યોગપતિ છે અને મોટા પાયે પરફ્યુમનો વેપાર કરે છે. કાનપુરમાં તેમની ઓફિસ અને ઘર પણ છે જ્યાંથી આવકવેરા વિભાગની ટીમને નોટોના બંડલ મળી આવ્યા છે. તેઓ પરફ્યુમ ઉપરાંત પિયુષ કોલ્ડ સ્ટોર્સ અને પેટ્રોલ પંપ પણ ધરાવે છે. તેમની પાસે લગભગ 40 કંપનીઓ છે, જેમાંથી 2 મધ્ય પૂર્વમાં છે.

પિયુષ જૈનનું નામ અખિલેશ યાદવની પાર્ટી સપા સાથે જોડવામાં આવી રહ્યું છે. કહેવામાં આવે છે કે તેઓ અખિલેશ યાદવના ખૂબ નજીક છે. વાસ્તવમાં પીયૂષ એ વ્યક્તિ છે જેણે લગભગ એક મહિના પહેલા લખનઉમાં અખિલેશ યાદવની હાજરીમાં સમાજવાદી નામનું પરફ્યુમ લોન્ચ કર્યું હતું. આવકવેરા વિભાગની ટીમે પિયુષ જૈનના મુંબઈ, કન્નૌજ, ગુજરાત અને કાનપુરના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે.

એક ખાનગી ન્યુઝ એજન્સીના અહેવાલ અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સના ચેરમેન વિવેક જોહરીએ જણાવ્યું હતું કે, પિયુષ જૈન પાસેથી અત્યાર સુધીમાં લગભગ 150 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ટીમ હજી પણ ૮ મશીનોની મદદથી નોટો ગણી રહી છે. વાયરલ તસવીર બતાવે છે કે કેવી રીતે તીજોરિમાં નોટોના બંડલ મૂકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.