જે લોકો યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું સપનું જુએ છે તેમને અન્ય અભ્યાર્થીઓ કરતા વધારે મહેનત કરવી પડે છે. આવા લોકો ખૂબ વધારે મહેનત કરે છે અને તેમની મહેનતના ફળ સ્વરૂપે તેમને સફળતા પ્રાપ્ત થાય છે. આજે અમે તમને એક એવી જ કહાની જણાવવા જઈ રહ્યા છીએ. જે ડોક્ટર રાજદીપસિંહ આઇએએસ અધિકારીની છે. તો આવો જાણીએ તેમના વિશે.
28 વર્ષીય રાજદીપસિંહ ખૈર પહેલા લુધિયાણા, જમાલપુરની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરના પદ પર કાર્ય કરતા હતા. પોતાની મહેનતના દમ પર રાજદીપે તેમનું આઈએએસ ઓફિસર બનવાનું સપનું પૂરું કર્યું. ડોક્ટર રાજદીપસિંહે લુધિયાણાની સ્કૂલમાં બારમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે સરકારી મેડિકલ કોલેજ અને રાજેન્દ્ર હોસ્પિટલ, પટિયાલાથી એમબીબીએસ પૂરું કર્યું.
વર્ષ 2017 માં કુમકલા લુધિયાણા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્ય કરતા હતા. કહેવા માટે માત્ર એટલું જ છે કે પહેલા રાજદીપ ડોક્ટર હતા અને ત્યારબાદ તેઓ આઈએએસ ઓફિસર બન્યા. પરંતુ માત્ર આટલા જ શબ્દોને સાકાર કરવા માટે રાજદીપને ખૂબ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો.
ઇન્ટરવ્યુના થોડા સમય પહેલાં જ તેઓએ પોતાના પિતાને ગુમાવ્યા હતા. પરંતુ તેમ છતાંપણ તેઓએ હાર માની નહિ અને પહાડ જેટલા મોટા દુઃખ સાથે પોતાનું ઇન્ટરવ્યુ આપ્યું. આઇએએસનાના પદ પર પહોંચવા સુધીની રાજદીપની સફર ખૂબ જ કઠિન હતી. તેમણે અહીં સુધી પહોંચવા માટે પાંચ પ્રયાસ કર્યા હતા.
રાજદીપ સિલેક્ટ થયા પહેલાં બે વાર યુપીએસસીના ઈન્ટરવ્યૂના રાઉન્ડ સુધી પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં પણ તેમણે હાર માની નહીં. તેમનું માનવું હતું કે જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી તેને છોડવું નહીં. ક્યારેય પણ પોતાના લક્ષ્યને છોડવું એક વિકલ્પ હોવો જોઈએ નહીં. કહેવાય છે કે રાજદીપ ઘણીવાર અસફળ રહ્યા પરંતુ તેઓએ ત્યાં સુધી કોશિશ કરી જ્યાં સુધી તેઓ સફળ થયા નહીં.
કોરોના મહામારીને કારણે દુનિયાભરના લોકોએ પોતાના કોઈ અંગત વ્યક્તિઓને ખોયા છે. રાજદીપ પણ તેમાંના એક છે. બીજી લહેર આવ્યા બાદ મે, 2021 માં કોરોનાને કારણે રાજદીપના પિતાનું અવસાન થયું હતું. આ સમય તેમના માટે ખૂબ જ કઠિન હતો. એક તરફ પિતાને ખોવાનું પહાડ જેવું મોટું દુઃખ હતું તો બીજી તરફ યુપીએસસીના ઇન્ટરવ્યૂનો રાઉન્ડ પણ તેમની સામે હતો.
ચાર વાર પરીક્ષા આપવી અને બે વાર ઈન્ટરવ્યૂના રાઉન્ડ સુધી પહોંચ્યા બાદ રાજદીપ માટે આ પાંચમો પ્રયાસ હતો. તેઓ પોતાના સપનાને પૂરું કરવા માટે માત્ર એક કદમ દૂર હતા. રાજદીપે પોતાના દુઃખને કોસવાની જગ્યાએ તકલીફો સામે ઝઝૂમીને સામનો કર્યો અને ઇન્ટરવ્યુ આપ્યું. તેમની આ લગન અને મહેનતના કારણે તેઓ આ વખતે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા. રાજદીપે ઓલ ઇન્ડિયા 495 મો ક્રમાંક પ્રાપ્ત કર્યો અને આઈએએસ અધિકારી બન્યા. આમ ખૂબ જ કઠિન મહેનત અને દુઃખોનો સામનો કરીને રાજદીપ અધિકારી બન્યા.