સલામ છે આ ભારતીય યુવાનને, અંગ્રેજે મશ્કરી કરતા વટ માટે કપડાની સાથે બદલે છે રોલ્સ રોય્સ લકઝરી કાર

Story

માણસ હંમેશાં પોતાની મજબૂરીઓની સામે ઝૂકી જાય છે, પરંતુ એવા ઘણા બધા લોકો છે જે પોતાના સમ્માન માટે એવું કંઈક કરે છે જે વિશ્વ માટે ઉદાહરણ બની જાય છે. આવું જ એક ઉદાહરણ ઈંગ્લેન્ડમાં રહેતા અને મૂળ ભારતીય અબજોપતિ શીખ સરદારે સ્થાપિત કર્યું છે. આ કહાની તમને સમજાવશે કે વિશ્વના કેટલાક લોકો માટે તેમનું માન સમ્માન સૌથી ઉપર ટોચ પર હોય છે.

આ વાત છે ઈંગ્લેન્ડના અબજોપતિ રુબેન સિંહની. છેલ્લા ઘણા સમયથી રુબેન સિંહનું નામ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની રહ્યું છે. ઓલડેપીએ કંપનીના માલિક રુબેન સિંહ માત્ર મહેનતુ ઉદ્યોગપતિ જ નથી પરંતુ એક એવા માણસ પણ છે જેના માટે તેના આન બાન શાન માટે ટોચ પર છે. તેમના આ જ સન્માનને કારણે તે આજે વિશ્વભરમાં જાણીતા છે.

હકીકતમાં એક અંગ્રેજે એક વખત તેની પાઘડી વિશે જાતિવાદી ટિપ્પણી કરી હતી. રુબેન સિંહને આ વાત દિલ પર લાગી ગઈ અને રુબેન સિંહે અંગ્રેજને પડકાર આપતા કહ્યું કે તેની પાસે જેટલા કલરની પાઘડી હશે, એટલી જ રોલ્સ રોય્સ કાર તેમની એટલે કે રુબેન સિંહની પાસે હશે.

રુબેન સિંહની સંપત્તિનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેમને ‘બ્રિટિશ બિલ ગેટ્સ’ તરીકે સંબોધવામાં આવતા હતા. પરંતુ સમય હંમેશાં એક સરખો નથી રહેતો, ઉતાર-ચઢાવ દરેકના જીવનમાં આવે છે. રુબેન સિંહની જિંદગીમાં પણ વધઘટ થઈ હતી. એક સમયે તેની હાલત એટલી બગડી કે તેણે એક સમયે દસ મિલિયન પાઉન્ડથી વધુનું ટર્નઓવર આપતુ સ્ટાર્ટઅપ એક મિલિયન પાઉન્ડમાં વેચવું પડ્યુ.

ભારતીય મૂળના રુબન સિંહના પિતા 1960 માં દિલ્હીથી યુકે ગયા હતા. અને ત્યાં જ રુબેનનો જન્મ થયો હતો અને પછી તે ત્યાં જ રહ્યો હતો. તેમનો જન્મ અને ઉછેર બ્રિટનમાં થયો હોવા છતાં તેઓ તેમની સભ્યતા અને તેમના ઇતિહાસને ક્યારેય ભૂલી ગયા નથી. તેમણે પોતાનું માન સમ્માન જાળવીને રાખ્યું.

17 વર્ષની ઉંમરે બિઝનેસ શરૂ કરનાર રુબેન સિંહ 90 ના દાયકામાં ઈંગ્લેન્ડમાં કપડાંના વ્યવસાયના રાજા હોવાનું કહેવાય છે. તેની બ્રાન્ડ તે સમયે યુકેની સૌથી પ્રખ્યાત બ્રાન્ડ્સમાંની એક હતી. બ્રિટિશ ઉદ્યોગપતિની જાતિવાદી ટિપ્પણી બાદ રુબેને નક્કી કર્યું હતું કે તેમની પાસે જેટલી પાઘડી છે તેટલી જ તેઓ રોલ્સ રોય્સ ખરીદશે.

તમને જણાવી દઇએ કે, આજે તેમની પાસે ઘણી મોંઘી કાર છે, જેમાં ઘણી રોલ્સ રોય્સ પણ છે. થોડા વર્ષો પહેલા જ રુબેન સિંહે યુકેમાં 50 કરોડથી વધુની 6 બ્રાન્ડ નવી રોલ્સ રોય્સ લક્ઝરી કાર ખરીદી હતી, જેમાં 3 ફેન્ટમ લક્ઝરી સેડાન અને 3 તાજેતરમાં લોન્ચ થયેલી કોલિન લક્ઝરી એસયુવીનો સમાવેશ થાય છે.

તેમણે તેમના સંગ્રહનું નામ જેવેલસ કલેક્શન બાય સિંઘ રાખ્યું હતું. રુબેને પોતાની નવી કારનું નામ માણિક, નીલમ અને પન્ના રાખ્યું હતું. ખાસ વાત એ હતી કે જ્યારે રુબેને પાઘડીના રંગની રોલ્સ રોય્સ ચેલેન્જ પૂરી કરી ત્યારે રોલ્સ રોય્સ કાર કંપનીના સીઈઓ ટોર્સ્ટેન મુલર ઓટવાસ પોતે રુબેન સિંહ પાસે કારની ચાવી સોંપવા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.