અહી આજે પણ સાક્ષાત બેઠા છે હનુમાનજી દાદા, જ્યાં હનુમાનજીની મૂર્તિ શ્વાસ લે છે, પ્રસાદ ખાય છે અને પાણી પણ પીવે છે

Religious

ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. દેશ ભરમાં ઘણા બધા મંદિરો આવેલા છે. અહી કેટલાય દેવી દેવતાઓના પ્રાચીન અને પૌરાણિક મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડે છે. તહેવારોમાં અહીં મોટી સંખ્યમાં ભક્તો આવે છે અને દર્શન કરીને દરેક ભક્તો ભગવાન પાસેથી આર્શીવાદ મેળવે છે. આજે આપણે એક એવા જ હનુમાન દાદાના મંદિર વિષે વાત કરીશું.

ઉત્તરપ્રદેશના ઇટાવાના પર્વતોમાં સ્થિત પિલુવામાં હનુમાનદાદાનું પવિત્ર મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ઘણા વર્ષોથી હોવા છતાં જીવતી હોય તેવો અહેસાસ કરાવે છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ શ્વાસ લે છે. આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજી અજર અમર છે પરંતુ તમે આવું પહેલીવાર સાંભળ્યું હશે કે હનુમાનજીની મૂર્તિ શ્વાસ લે છે.

કહેવાય છે કે હનુમાનજીની આ પવિત્ર મૂર્તિમાંથી રામ નામનો શબ્દ પણ સંભળાય છે. દરેક મંદિરમાં દેવી દેવતાઓને પ્રસાદ ચડાવવામાં આવે છે પરંતુ આ મંદિરમાં હનુમાનજીના મુખમાં મુકવામાં આવતો પ્રસાદ પણ હનુમાનદાદા ગ્રહણ કરી લે છે. આથી આ હનુમાનજીના મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો હનુમાનજીના આર્શીવાદ લેવા માટે ઉમટી પડે છે.

હનુમાનજીના આ મંદિરની મૂર્તિ વિષે એવું માનવામાં આવે છે આ મંદિરમાં જે હનુમાનજીની મૂર્તિ આવેલી છે તેવી મૂર્તિ આખી દુનિયામાં બીજે ક્યાં આવેલી નથી. હનુમાનજીની આ મૂર્તિ વિશેષ મહત્વ ધરાવે છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિના મુખમાં દરેક સમયે પાણી ભરેલું જોવા મળે છે અને હનુમાનજીના મુખમાં મુકેલો પ્રસાદ પણ તેમના મુખમાં સમાઈ જાય છે.

હનુમાનજીના આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સુતેલી અવસ્થામાં આવેલી છે અને આ હનુમાનજીની મૂર્તિ શ્વાસ પણ લે છે તેવું ત્યાંના સ્થાનિક લોકોનું માનવું છે. આથી દરેક ભક્તો આને હનુમાનદાદાનો ચમત્કાર માને છે, તેથી દરેક ભક્તો આ મંદિરમાં હનુમાન દાદાના દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતા અનુભવે છે. લોકો પૂરી શ્રદ્ધાથી અહી દાદાના દર્શને આવે છે.

Leave a Reply

Your email address will not be published.