કામ ન થતું હોય તો મને કલેકટર બનાવી દયો, આઈએએસ અધિકારી સાથે માથાકૂટ બાદ બે દિવસ માટે કલેકટર બની શકે છે આ છોકરી

India

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેમાં કોઈ પણ વાત રાતો રાત ફેલાઈ જાય છે. અત્યારે સોશીયલ મીડિયામાં એક વીડિઓ જોવા મળી રહ્યો છે. જેમાં એક યુવતી કહી રહી છે કે સાહેબ અમારી માંગો પુરી કરો. કલેકટરને આ આદિવાસી છોકરી કહી રહી છે કે જો અમારી માંગો પુરી ન થાય તો એક દિવસ માટે અમને કલેક્ટર બનાવી દયો અમે બધાની માંગો પુરી કરીશું.

આ આદિવાસી છોકરી કહે છે કે અમે કઈ ભીખ નથી માંગતા અમે આદિવાસી લોકો દૂર દૂરથી બસનું ભાડુ ખર્ચીને અહી આવ્યા છીએ. અમારી માંગો પૂરી કરો અને જો તમારાથી ના થાય તો અમને કલેકટર બનાવી દો. આદિવાસી છોકરીનો આ વિડિઓ રાતો રાત સોશીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

આ વિડિઓ મધ્યપ્રદેશના ઝાબુઆનો છે. વીડિયોમાં પોતાની માંગ માટે બોલી રહેલી આ છોકરી નિર્મલા ચૌહાણ છે. આ યુવતી વિડીઓમાં બોલી રહી હતી તેના બાદ એક ફરીથી વિડિઓ વાઇરલ થયો હતો જેમાં નિર્મલાને બે દિવસની કલેક્ટર બનાવવાની વાત ચાલી રહી હતી. આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.

વાયરલ થયેલા વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે આદિવાસી દીકરીને બે દિવસ માટે કલેકટર બનાવવામાં આવશે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હાલ લોકો તેના વિશે જ ચર્ચા કરી રહ્યા છે. વિડિયો જોઈ બધાએ નિર્મલાએ અભિનંદન પણ પાઠવ્યા હતા. પરંતુ આ સાચું કે ખોટું તેના પર ખુદ કલેક્ટર ચોખવટ કરી છે.

સોસીયલ મીડિયાના આ દાવા પર ઝાબુઆના કલેકટર સોમેશ મિશ્રાએ જણાવ્યું હતું અત્યારે મને આવી કોઈ જાણકારી મળી નથી. કલેક્ટરનું કહેવું છે તેઓ શુક્રવારે નિર્મલાને મળશે તેના બાદ સરકાર તરફથી કોઈ ઓર્ડર આવશે તો તેના વિશે ચર્ચા કરવામાં આવશે. હાલ કલેકટરે આ બાબતે કોઈ જાણકારી આપી નથી.

Leave a Reply

Your email address will not be published.