ગુજરાત કેડરના અધિકારી હિમાંશુ શુક્લાની જાસૂસી એજન્સી RAW માં નિમણુંક, વડોદરામાં ફરજ દરમિયાન શુકલા સાહેબ સાથે બનેલી આ ઘટના જાણીને દંગ રહી જશો

Gujarat

ગુજરાત કેડરના પોલીસ ઓફિસર હિમાંશુ શુક્લા એક ઈમાનદાર પોલીસ ઓફિસર છે. તેમણે વર્ષ 2005 માં યુપીએસસી પરીક્ષા પાસ કરી અને IPS અધિકારી બન્યા હતા. વર્ષ 2006 માં તેઓ વડોદરામાં પ્રોબેશનર ઑફિસર તરીકે નિમણૂક થયા હતા. આ સમયે તેમની ઉંમર માત્ર 26 વર્ષની હતી. આઈપીએસ હિમાંશુ શુક્લાની બાહોમાં જુવાનીની તાકાત હતી.

જ્યારે તેઓ વડોદરામાં કાર્યરત હતા ત્યારે તેમને ખબર પડી કે વડોદરામાં લૂંટ કરીને આરોપી ઉત્તર પ્રદેશના ઇન્ટાવામાં સંતાયો છે. એટલે તેઓ તુરંત જ એક સબ ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલને પોતાની સાથે કારમાં લઈને ઉત્તર પ્રદેશ જવા રવાના થયા. તેમને જે વિસ્તારમાં આરોપી હોવાની શંકા હતી તે વિસ્તાર હતો કાસગંજ.

ઉત્તર પ્રદેશના આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઈંટોનું ઉત્પાદન ચાલતું હતું. સબ ઇન્સ્પેક્ટરે ત્યાં પૂછપરછ કરીને માહિતી મેળવી. તેમને આ મિશનમાં વધારે પોલીસની જરૂર હતી. પરંતુ સ્થાનિક પોલીસનો જવાબ આવ્યો કે તમામ પોલીસ 15 મી ઓગસ્ટના કામમાં રોકાયેલી છે. તેથી હિમાંશુ શુક્લાએ પોતાની ટીમ સાથે મળીને જ કામ આગળ વધાર્યું. તેમને મળેલી માહિતી અનુસાર આરોપી કાસગંજની એક મસ્જિદ આસપાસ હતા.

હિમાંશુ શુક્લા તેની ટીમ સાથે અહી પહોંચ્યા. હિમાંશુ શુક્લા પોતાના યુનિફોર્મમાં નહોતા જેથી તેઓ પોલીસ ઓફિસર છે તેવી કોઈને ખબર પડવાની શંકા નહોતી. હિમાંશુ શુક્લાએ તેમની ટીમને મસ્જિદ આસપાસ રાખી, જ્યારે તેઓ આરોપી જે યુવતીના સંપર્કમાં હતો તે ઘરની બહાર નજર રાખીને બેઠા. આરોપી જેવો ત્યાંથી બહાર આવ્યો હિમાંશુ શુક્લા તેમનો પીછો કરવા લાગ્યા.

આરોપીને લાગ્યું કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે તેથી તે ફટાફટ ચાલવા લાગ્યો. તેને ભાગતો જોઈ શુક્લાએ અંદાજ આવી ગયો કે આ જ આરોપી છે. તેથી હિમાંશુ શુક્લાએ પોતાની પિસ્તોલ કાઢી પરંતુ બદનસીબે તેમની પિસ્તોલ જામ થઈ જવાથી ગોળી નીકળી નહિ. આરોપીની નજર તેમના પર જતા આરોપીએ પોતાની બંધુક કાઢી અને ગોળી ચલાવી. આ ગોળી શુક્લાના પેટની આરપાર નીકળી ગઈ.

ગોળી વાગવાથી શુક્લા ત્યાં જ ઢળી પડ્યા. પરંતુ તેઓ હિંમત હાર્યા નહિ અને તેમણે પોતાના સાથીદારોને ફોન કરી અને બોલાવ્યા. તેમના સાથીદારો આવ્યા અને તુરંત તેમની નજીકની હોસ્પિટલ લઈ જવાયા. પરંતુ વધારે ઇજા થઇ હોવાથી ડોકટરે કહ્યું કે તેમની સારવાર અહી થઈ શકે તેમ નથી તેમને ઇન્ટાવા લઈ જાવ. સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ તેમને ઈંટાવા લઈ આવ્યા.

આ ઘટનાની જાણકારી થતાં ગુજરાતના સરકાર મંત્રી દ્વારા હિમાંશુને ગુજરાત લાવવા માટે કહેવામાં આવ્યું. ત્યારે સબ ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલ હિમાંશુ શુક્લાને ટ્રેન મારફતે ગુજરાત વડોદરા લઈ આવ્યા. અહી ભાઈલાલ અમીન હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યુ. ગુજરાતના ડોકટરો જાંબાઝ આઈપીએસ ઓફિસર હિમાંશુ શુક્લાનો જીવ બચાવવામાં સફળ રહ્યા.

હિમાંશુ શુક્લાએ 5 વર્ષ સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં અને સાત વર્ષ ગુજરાત એટીએસમાં ફરજ બજાવી છે. ત્યારબાદ ગુપ્તચર જાસૂસી એજન્સી રો માટે તેમની પસંદગી કરવામાં આવી છે. 31 ડિસેમ્બરે તેઓ ગુજરાત એટીએસનો હવાલો છોડીને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પોતાની નવી ફરજ બજાવવા માટે હાજર થશે. આવા જાંબાઝ આઈપીએસ અધિકારીને દિલથી સલામ.

Leave a Reply

Your email address will not be published.