ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ આખી જિંદગી કોઈની સાથે લગ્ન કર્યા નથી. જો કે આનો અર્થ એ નથી કે તેણે ક્યારેય કોઈને પ્રેમ કર્યો ન હતો. એક ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ પોતાની લવ લાઈફ વિશે જણાવ્યું હતું. તો આવો જાણીએ રતન ટાટાની આ પ્રેમ કહાની વિષે.
રતન ટાટાને તેમના જીવનમાં પ્રેમ એક વાર નહિ પરંતુ ચાર થયો હતો, પરંતુ મુશ્કેલ સમયનો સામનો કરતા તેમના સંબંધોના તાંતણા નબળા પડી ગયા હતા. આ પછી રતન ટાટાએ ફરી ક્યારેય પ્રેમ કરવાનું કે લગ્ન વિશે વિચાર્યું નથી. આજે રતન ટાટાના 84 માં જન્મદિવસ પર, જાણો તેમની લવ લાઈફ વિશે રસપ્રદ વાતો.
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર, 1937 ના રોજ સુરતમાં થયો હતો. ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે અને સારી સફળતા પ્રાપ્ત કરી છે. તેમણે ટાટા ગ્રુપને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું કામ કર્યું છે.
રતન ટાટાએ બિઝનેસની દુનિયામાં ઘણું નામ કમાવ્યું પરંતુ પ્રેમની બાબતમાં તેઓ અસફળ સાબિત થયા હતા. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ઉદ્યોગપતિ રતન ટાટાએ પોતાની લવ લાઈફ વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તેમણે આ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેમણે શા માટે લગ્ન નથી કર્યા.
રતન ટાટાએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ પ્રેમમાં પડ્યા હતા, પરંતુ તેઓ તેમના પ્રેમને લગ્નના કરવા સુધી સુધી લાવી શક્યા ન હતા. રતન ટાટાએ કહ્યું હતું કે, એક તરફ જોતા તેમને લાગે છે કે સિંગલ રહેવું તેમના માટે યોગ્ય સાબિત થયું છે. કારણ કે જો તેમણે લગ્ન કર્યા હોત તો પરિસ્થિતિ વધુ જટિલ બની હોત.
રતન ટાટાએ કહ્યું કે જો તમે એવું પૂછી રહ્યા છો કે તમે ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે તો હું તમને જણાવી દવ કે હું ચાર વાર લગ્ન કરવા માટે આગળ વધ્યો હતો, પરંતુ દર વખતે ડરીને પાછળ હટી ગયો. ટાટાએ તેમના પ્રેમના દિવસો વિશે જણાવતા કહ્યું હતું કે, જ્યારે હું અમેરિકામાં કામ કરતો હતો, ત્યારે હું પ્રેમને લઈને ગંભીર હતો. પરંતુ ત્યારે હું પ્રેમજીવનને આગળ વધારવા માટે અશક્ય રહ્યો કારણ કે હું ભારત પાછો આવતો રહ્યો.
રતન ટાટાની ગર્લફ્રેન્ડ ભારત આવવા માંગતી ન હતી. તે જ સમયે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ પણ ચાલી રહ્યુ હતું, tethi અમેરિકા તેઓ જઈ શક્યા નહી. અંતે તેની ગર્લફ્રેન્ડે અમેરિકામાં જ કોઈ અન્ય સાથે લગ્ન કરી લીધા. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેમને જેને પ્રેમ થયો છે તે હજુ પણ તે શહેરમાં છે, તો તેણે જવાબ આપ્યો હા. પરંતુ આ બાબતે આગળ વાત કરવાની ના પાડી.
રતન ટાટાનો જન્મ એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો પરંતુ તેમનું જીવન એટલું સહેલુ ન હતું. રતન ટાટા જ્યારે 7 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા અલગ થઈ ગયા હતા. જેથી તેમનો ઉછેર તેમની દાદી દ્વારા થયો હતો. રતન ટાટાને કારનો ઘણો શોખ છે. તેમની દેખરેખ હેઠળ ટાટા ગ્રુપે લેન્ડ રોવર, જગુઆર અને રેન્જ રોવર એક્વાયર કરી છે.
રતન ટાટાને વિમાન ઉડાવવાનો અને પિયાનો વગાડવાનો પણ શોખ છે. રતન ટાટાએ કહ્યું હતું કે, હવે હું મારા બાકીના જીવનમાં મારા શોખ પૂરા કરવા માંગુ છું. હવે હું પિયાનો વગાડીશ અને પ્લેન ઉડાવવાનો મારો શોખ પૂરો કરીશ. ભારત સરકારે રતન ટાટાને પદ્મ ભૂષણ (2000) અને પદ્મ વિભૂષણ (2008)થી સન્માનિત કર્યા છે. આ સન્માન દેશના ત્રીજા અને બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન છે.