આજના યુવાનો માટે પ્રેરણારૂપ, ભલભલા રાજકારણીઓને પાછળ રાખીને આ 21 વર્ષનો યુવાન બન્યો સરપંચ

Gujarat

ગુજરાતમાં હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં અનેક યુવાનો સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પરિણામ આવતા અનેક યુવક યુવતીઓના હાથમાં ગામનું સુકાન આવ્યું છે. હાલ લોકો એ જ ચર્ચા કરી રહ્યા છે કે ક્યાં કોણ ચૂંટાઈને આવ્યું? આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં 21 વર્ષના છોકરાએ ધમાકો મચાવ્યો છે. જેની લોકો ખૂબ ચર્ચા કરી રહ્યા છે.

21 વર્ષના આ છોકરાએ ભલભલા રાજકારણીઓને ટક્કર મારીને જીત મેળવી અને નાની ઉંમરના સરપંચ તરીકે ચુંટાયો છે. ગુજરાતમાં અંદાજે 8500 કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તેમજ અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે ગત રવિવારે મતદાન થયું હતું. ત્યારબાદ મંગળવારે થયેલી આ મતગણતરી પછી અનેક નવ યુવાનો સરપંચ બન્યા છે.

આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં 21 વર્ષનો નવ યુવાન સરપંચ બની ગયો છે. જેની ચર્ચા લોકો કરી રહ્યા છે. મેઘરજ તાલુકાના છીટાદરા ગ્રામ પંચાયતમાં જીગર ખરાડી નામનો યુવાન સૌથી નાની વયનો સરપંચ બન્યો છે. નર્સિંગનો અભ્યાસ કરતા જીગર ખરાડીએ ગામમાં રેલી કાઢી જીતની ખુશી મનાવી હતી. સરપંચ બન્યા બાદ તેની માતાના આંખમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા.

તો બીજી તરફ ગામના લોકોએ યુવાન સરપંચ જીગર ખરાડીની જીતને વધાવી લીધી હતી. આ યુવાને તેનાથી મોટી ઉંમરના કેટલાક અનુભવી લોકોને ટક્કર મારીને આ સ્થાન હાંસલ કર્યું છે. જીગર માત્ર 21 વર્ષની ઉંમરે પોતાના ગામનો સરપંચ બનનાર પ્રથમ યુવક છે. આટલી નાની ઉંમરના સરપંચ બનાવવા બદલ જિગરે સમગ્ર ગામ લોકોનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published.