વેંચાવા જઈ રહ્યો છે દુનિયાનો સૌથી જૂનો બંગલો, ખાસિયતો જાણીને તમારી પણ આંખો પહોળી થઈ જશે

World

દુનિયાનો સૌથી જૂનો બંગલો વેંચાવા જઈ રહ્યો છે જે બ્રિટનના કેન્ટ વિસ્તારમાં છે. આ બંગલાની કિંમત કરોડોમાં છે. અંગ્રેજોની શાનના પ્રતીક રહેલા આ ગ્રેડ 2 લિસ્ટનાં બંગલામાં 6 બેડરૂમ છે. આ લક્ઝરી બંગલાનું નિર્માણ વર્ષ 1874 માં તે સમયના મશહૂર આર્કિટેક્ચર અર્જુન ટેલરની દેખરેખમાં થયું હતું. તમને જણાવી દઈએ કે આ એ જ ટેલર હતા જેમણે લંડન, ચૈથમ અને ડોવર રેલવેના કેટલાક સ્ટેશનને હોલી ડે હોમ તરીકે ડિઝાઇન કર્યા હતા.

20 કરોડના બંગલાની ખાસિયત ખુબ જ જાણવા જેવી છે. આમ તો 20 કરોડના બંગલાની 20 કરતા પણ વધારે ખાસિયતો છે. પરંતુ કેટલીક સૌથી મોટી ખાસિયતોની વાત કરીએ તો આ બંગલો સમુદ્ર વચ્ચે બનેલો છે. આ બંગલાના બેડરૂમની ગેલેરીમાં જઈને જોતા દરિયો દેખાય છે. આ દુનિયાનો સૌથી જૂનો બંગલો છે જે બ્રિટનની ધરોહર સ્વરૂપે છે. જેનો દેખાવ 7 સ્ટાર હોટલ કરતા પણ સુંદર છે.

જ્યારે આ બંગલો વેંચાઈ રહ્યો છે તેવી ખબર સામે આવી તો ઈન્ટરનેટની દુનિયામા આ બંગલાની તસવીરો વાયરલ થઈ રહી છે. એક પત્રકારે આર્કિટેક્ચર અર્જુન ટેલરની શોધેલી ડિઝાઇનને અભૂતપૂર્વ બતાવી હતી. તેનું બાંધકામ પૂરું થયા પછી અંગ્રેજી સર્જન પ્રોફેસર વિલ્સને તેમાં રસ દાખવ્યો હતો.

મહારાણી વિક્ટોરિયાએ વિલ્સનને 1881 માં નાઈટનો ખિતાબ આપી સન્માનિત કર્યા હતા. તેમની ગણના તે યુગના પ્રથમ નંબરના ત્વચા વિજ્ઞાન નિષ્ણાંત તરીકે થઈ હતી. જેમણે ટેલરે ડિઝાઇન કરેલા પ્રથમ ચાર બંગલા ખરીદ્યા હતા. પ્રોફેસર વિલ્સનનું માનવું હતું કે આવો એક બંગલો કોઈપણ પરિવાર માટે શાંતિ અને ખૂબસૂરતીનું સર્વશ્રેષ્ઠ મોડેલ બની શકે છે.

40 વર્ષમાં પહેલીવાર આવો બંગલોવેચાઈ રહ્યો છે. 150 વર્ષ પહેલાં બ્રિટનમાં આવો એક બંગલો બોહેમિયનવાદનું પ્રતીક માનવામાં આવતો હતો. કેટલાક વર્ષ પહેલા આ બંગલાને હોલી ડે હોમ તરીકે રાખવામાં આવ્યો હતો જેથી લોકો રજાના દિવસે અહી આવીને થોડા સમય માટે આનંદ લઈ શકે. આ બંગલામાં મહેમાનોના મનોરંજન માટે એક ભવ્ય 60 ફૂટનો હોલ અને એક બાર પણ છે.

આ બંગલામાં એક મોટો ડાઇનિંગ રૂમ અને એક વિશાળ રસોડું પણ છે. મેઇન રિસેપ્શનની સામે ગાર્ડન છે. તો પાછળની રૂમોમાં સુંદર બારીઓ પણ છે. એસ્ટેટ એજેંટ્સ આ ઘરને આજે પણ સ્વર્ગ તરીકે દર્શાવે છે. આ ભવ્ય બંગલા વિશે લોકો ચર્ચા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.