માટલા ઉપર માટલું ગીત ગાઈને ફેમસ થઇ ગયો આ ગુજરાતી બાળક, ગરીબ મજુરનો દીકરો રાતોરાત આ રીતે બન્યો ફેમસ

Story

આપણે દેશમાં ઘણા બધા ગાયક કલાકારો છે. જેમાં ઘણા બધા કલાકારો ગુજરાતના પણ હોય છે. આજે અમે તમને એવા ગાયક કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ગુજરાતના છે. નાની ઉંમરમાં લોકો તેની વાહ વાહ કરી રહ્યા છે. ગુજરાતના આ કલાકારનું નામ જીગર ઠાકોર છે. જીગર ઠાકોર પાટણ નજીક આવેલા મડાણા ગામના રહેવાસી છે.

આ કલાકાર હજુ તો પાંચમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે અને પ્રખ્યાત થઈ ગયો છે. જીગર ઠાકોર તેના અભ્યાસની સાથે સાથે ભજન અને ગીતો પણ ગાય છે તથા લોકો તેમના ગીતને ખૂબ પસંદ કરે છે. તેથી જીગર ઠાકોર તે માટે ઘણી સારી મહેનત કરે છે. હાલમાં જીગર ઠાકોર તેના જીવનમાં આગળ વધવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

જીગર ઠાકોરના પિતા પણ ઇચ્છતા હતા કે મારો દીકરો મોટો થઈને તેના જીવનમાં આગળ વધે. હાલમાં જીગર ઠાકોરનું માટલા પર માટલું અને માટલામાં પાણી જે ગીત આખા દેશમાં હિટ થઈ ગયું છે. જીગર ઠાકોરનું આ ગીત દરેક લોકોને ખુબ જ પસંદ આવ્યું છે. લોકો જીગર ઠાકોરના આ ગીતને ખૂબ ચાહે છે. જીગર ઠાકોરનું માટલા ઉપર માટલું ગીત લગ્ન પ્રસંગો તથા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે.

એક સમયે જીગર તેના પિતા સાથે પાટણ ગયો હતો તે સમયે જીગર ઠાકોરે પહેલા મણિયારો ગીત ગાયું હતું. તે સમયે જીગરના પિતાને એવું લાગ્યું કે મારો દીકરો મોટો થઈને સારો એક કલાકાર બનશે. તે સમયથી જ જીગરના પિતાએ જીગરને બે કલાક પ્રેક્ટ્રીસ કરાવવાની શરૂ કરી હતી. જિગરના પિતા પણ ઈચ્છતા હતા કે તેનો દીકરો ખૂબ સારો કલાકાર બને અને લોકોને પ્રસન્ન કરે.

જીગરના પિતા કડિયા કામ કરતા હતા. જિગરે ભજન અને ગીતો ગાવાની શરૂઆત બીજા ધોરણમાંથી જ કરી દીધી હતી. આજે જીગર ઠાકોરે નામના પણ મેળવી લીધી છે. જીગર ઠાકોરના પિતા કડિયા કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને સાથે સાથે જીગર ઠાકોર એક બ્રેઝા કાર પણ લેવાવું સપનું જોયું હતું. હાલમાં જીગર ઠાકોરનું મકાન પણ બની રહ્યું હતું. તેના હિટ થયેલા માટલા ઉપર માટલું સોંગના કારણે તેના પરિવારની સ્થિતિમાં સુધારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.