સૌરાષ્ટ્રના રસોઈયા બનાવે છે મુકેશ અંબાણીનું ભોજન, રસોઈયાનો પગાર જાણીને ભલભલા નોકરિયાત પણ શરમાઈ જશે

Lifestyle

દરેક લોકો જાણે છે મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી અમીર વ્યક્તિ છે. રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણી તેમની વ્યવસાયિક સમજની સાથે સાથે તેમની જીવનશૈલી માટે પણ જાણીતા છે. આજના સમયમાં લોકો પોતાના ઘરની રસોઇ માટે રસોઈયા રાખે છે. પરંતુ વાત જ્યારે મુકેશ અંબાણીની આવે તો સૌ કોઈ તેના જીવન સાથે જોડાયેલી વાતોમાં રસ ધરાવે છે, તો આવો જાણીએ તેમના ઘરના રસોઈયા વિશે.

આજના સમયમાં લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. જ્યારે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ખાવા બાબતે વાત કરીએ તો, તેઓ શુદ્ધ શાકાહારી છે. મુકેશ અંબાણી દારૂ અને માંસથી દૂર જ રહે છે. મુકેશ અંબાણી માટે તેમના ઘરમાં શુદ્ધ શાકાહારી ભોજન જ બને છે. જો કે તેમના ઘરના કેટલાક લોકો ઈંડા ખાય છે. તેથી તેમના માટે અલગથી ઈંડા વાળી વાનગીઓ પણ બને છે. પરંતુ મુકેશ અંબાણી શાકાહારી ભોજનનું જ સેવન કરે છે.

મુકેશ અંબાણી માંસાહારી ખોરાકથી દૂર રહે છે. જો મુકેશ અંબાણીના સવારના નાસ્તાની વાત કરીએ તો કેટલાક મીડિયા રિપોર્ટમાં તેમણે જણાવ્યું છે કે તેઓ સવારે ઊઠીને જ્યુસ પીવે છે અને થોડા ડ્રાયફ્રુટ ખાય છે. આ સિવાય તેઓ સવારના નાસ્તામાં પપૈયાનું જ્યુસ, ઓટમીલ અથવા દહીંની સાથે મિસી બ્રેડ ખાવાનું પસંદ કરે છે.

આ ઉપરાંત જો મુકેશ અંબાણીના ડાયટની વાત કરીએ તો, તેમના ડાયટમાં રોટલી, દાળ ભાત, ખીચડી અને સલાડ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણીને ગુજરાતી ભોજન વધારે પસંદ છે. જેથી સૌરાષ્ટ્રના રસોઈયા તેમના માટે ફૂલ ગુજરાતી ડિશ બનાવે છે અને તેઓ પ્રેમથી ખાય છે. આ ઉપરાંત મુકેશ અંબાણી સાઉથ ઇન્ડિયન ખાવાના પણ શોખીન છે.

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણીના કુક એટલે કે રસોઈયાનો પગાર લાખો રૂપિયામાં છે. સૌરાષ્ટ્રના રસોઇયાઓને મુકેશ અંબાણી લાખોમાં પગાર ચૂકવે છે. મુકેશ અંબાણી તેના રસોઈયાને મહિને 2 લાખ રૂપિયા કરતાં પણ વધારે રકમ ચૂકવે છે. મુકેશ અંબાણી સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન માટે આટલા બધા પૈસા ચૂકવે છે.

Leave a Reply

Your email address will not be published.