ભુરખિયા હનુમાનની સાક્ષીએ સોગંદ લઉં છું કે ભ્રષ્ટાચાર નહીં કરું, જાણો નવા બનેલા સરપંચે કેમ ખાધા સોગંદ

Gujarat

હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેથી કરીને દરેક જગ્યાએ તેના વિષે ચર્ચાઓ થઇ રહી છે. ચૂંટણી દરમિયાન જુદી જુદી જગ્યાએ નવા નવા સરપંચો ચૂંટાઈને આવ્યા. કેટલાક સરપંચોની ખાસિયત વિષે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે આજે અમે તમને એક એવા સરપંચ વિષે જણાવીશું જેમને ભ્રષ્ટાચાર ન કરવાના સોગંદ લીધા છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે, સરપંચ ભુરખિયા હનુમાનની સાક્ષીએ ભ્રષ્ટાચાર ન કરવાના સોગંદ ખાઈ રહ્યા છે. લગભગ દેશમાં પ્રથમ વાર આવું જોવા મળ્યું હશે કે સરકારી કામ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિએ ભગવાનની સાક્ષીએ ભ્રષ્ટાચાર ન કરવાના સોગંદ લીધા હોય.

અમરેલી જિલ્લાના ભુરખિયા ગામના આ વ્યક્તિનો આ વિડીયો વાયરલ થતા તેઓ આખા ગુજરાતમાં જાણીતા બની ગયા છે. આ વ્યક્તિ અમરેલી જિલ્લાના ભુરખીયાના રહેવાસી છે. જેમનું નામ રમેશભાઈ બારડ છે. રમેશભાઈ ખેતીના કામ સાથે સંકળાયેલા છે. તેઓ નાદોડા રાજપૂત સમાજમાંથી આવે છે. રમેશભાઈ બારડ હાલ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયા છે. રમેશભાઈના ગામ ભુરખિયા વિષે લગભગ સૌ કોઈ જાણતા હશે. તેમનું ગામ ભુરખિયા હનુમાનજીના મંદિરના કારણે પ્રખ્યાત છે. રમેશભાઈના માતા ઉજીબહેને આ મંદિરમાં વર્ષો સુધી સેવા કરી હતી.

રમેશભાઈના માતા ઇચ્છતા હતા કે તેમનો દીકરો સેવાના કર્યો કરે. તેથી ચૂંટણી જીત્યા બાદ રમેશભાઈ તેમના ગામના લોકોને લઈને હનુમાનજીના મંદિરે આશીર્વાદ લેવા માટે આવ્યા અને અહીં આવીને તેમણે હનુમાન દાદાની સાક્ષીમાં સોગંદ લીધા કે હું ક્યારેય ભ્રષ્ટાચાર કરીશ નહિ અને અન્ય કોઈ ભ્રષ્ટાચાર ન કરે તેનો પણ પ્રયાસ કરીશ.

રમેશભાઈનો આ વિડીયો ત્યાં હાજર ગામના કોઈ વ્યક્તિએ ઉતારેલો જે ખુબ જ વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા રમેશભાઈ રાતો રાત ફેમસ થઇ ગયા છે. રમેશભાઈના વીડિયોમાં જણાવ્યું છે કે તેમના માતા પિતાના સંસ્કાર અને ભુરખિયા દાદાના આશીર્વાદથી તેમને બ્રષ્ટાચાર કરવાનો વિચાર પણ ન આવે.

Leave a Reply

Your email address will not be published.