ગાંધીનગરની ટીમને 1000 વર્ષ પહેલા વડનગરમાં આવેલા ભયાનક ભૂકંપના મળ્યા પુરાવાઓ, કચ્છ કરતા પણ ખતરનાક હતો આ ભૂકંપ

Gujarat

વડનગરમાં 1000 વર્ષ પહેલાં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. જેને આખા વડનગરને હચમચાવી મૂકયું હતું. આવો જ ભૂકંપ 2001 માં કચ્છમાં પણ આવેલો જેના વિશે સૌ કોઈ જાણે છે. આ ભયાનક ભૂકંપ 6.5 ની તીવ્રતાએ આવ્યો હતો જેણે વડનગરને હચમચાવી મૂકયું હતું. પુરાતત્વ વિભાગની ટીમને શોધખોળ દરમિયાન આ ભૂકંપના પુરાવા મળી આવ્યા છે.

શોધખોળ દરમિયાન પુરાતત્વ વિભાગને અમરથોળ નજીક 14 મીટર ઊંડાઈએ તિરાડ મળી આવી હતી. આ તિરાડ વિશે જાણ થતાં જ પુરાતત્વ વિભાગ દ્વારા ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચને જાણ કરવામાં આવી. જે બાબતે સંશોધન દરમિયાન જાણકારી મળી છે કે, 10 મી સદીમાં વડનગરમાં ભયાનક ભૂકંપ આવેલો હતો.

ગાંધીનગરની આ ઇન્સ્ટિટ્યૂટ ભૂકંપ આવવાનું કારણ શોધી રહી છે. જમીનમાં ઊંડે સુધી ભૂકંપના આંચકા લાગ્યા હતા જેના પુરાવા આજે પણ જોવા મળે છે. સંશોધન ટીમના કહેવા પ્રમાણે ભૂકંપને કારણે જમીન ફાટવાની આ પ્રથમ ઘટના હતી. કહેવાય છે કે વડનગરના લોકોએ આ ભયાનક ભૂકંપ બાદ પોતાના ઘર બનાવવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો હતો.

વડનરમાં આશરે 2600 લોકો રહે છે. આ ભયાનક ભૂકંપની ઘટના બાદ અહીંના લોકોએ પોતાના ઘર બનાવવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો હતો. મકાનનું બાંધકામ કરતી વખતે અહીંના લોકોએ ઇટનું લેયર હટાવિને લાકડાનું લેયર લગાવી દીધું. જેથી ભૂકંપ આવે ત્યારે ધ્રુજારી આગળ જતાં અટકી જાય અને ઘર ધરાશાયી ના થાય. હાલ સંશોધન ટીમ ભૂકંપ આવવાનું કારણ શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published.