સામાન્ય રીતે ઘરમાં પરિવારનો બોજ પિતા પર હોય છે. જેથી બાળકો રમતા, કુદતા હોય છે. પરંતુ કેટલાક બાળકો તો નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવે છે જેથી પરિવારની બધી જવાબદારી તેના પર આવે છે. આજે અમે તમને એવા જ એક બાળક વિષે જણાવીશું જેને પરિવારનું ગુજરાન ચલાવવા ચાની દુકાન ચલાવવી પડે છે.
પિતાનું મૃત્યુ થતા આ બાળકને નાની ઉંમરે જ ચા ની દુકાન ખોલવી પડી. આ દીકરાનું નામ મોહિત છે. મોહિતના પીતાનું બે વર્ષ પહેલા અવસાન થયું છે. મોહિતની માતા પણ બીમાર છે જેથી ઘરે કોઈ કામ કરી શકે એવું નથી. જેથી ઘરની તમામ જવાબદારી મોહિતની માથે આવી પડી.
રમવા, કુદવાની ઉંમરે મોહિતને ચા વેંચવી પદે છે. મોહિત ભણવાની સાથે સાથે ઘરનું ગુજરાન ચલાવવા માટે ચાની દુકાન ચલાવે છે. મોહિતના ઘરે કામ કરે તેવું કોઈ ન હોવાથી ઘરની જવાબદારી તેની માથે હતી. ચા વેંચીને જે પૈસા આવે તેમાંથી તે ઘર ચલાવતો અને બાકીના પૈસા માંથી પોતાનો અભ્યાસ કરતો.
મોહિત છેલ્લા બે વર્ષથી ભણવાની સાથે સાથે ચા ની દુકાન ચલાવી રહ્યો હતો. એક આઈપીએસ પોલીસ અધિકારી ત્યાંથી પસાર થયા તો તેમણે જોયું કે નાનકડો છોકરો ચા ની દુકાન ચલાવી રહ્યો હતો. આ નાનકડા બાળકને જોઈને પોલીસ અધિકારી તેની પાસે આવ્યા અને બાળક સાથે વાતચીત કરી.
આ બાળકને પાસે જઈને વાતચિત દરમિયાન પોલીસ અધિકારીને જાણવા મળ્યું કે બાળકના પિતાનું બે વર્ષ પહેલા અવસાન થઇ ગયું છે. જેથી પરિવારની તમામ જવાબદારીઓ બાળક પર આવી પડી છે. તેથી આ બાળક પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે ભણવાની સાથે સાથે ચા ની દુકાન ચલાવી રહ્યો છે.
બાળકની હકીકીત જાણીને પોલીસ અધિકારીનું હ્ર્દય દ્રવી ઉઠ્યું. તેથી તેમણે આ બાળકને કહ્યું કે તારા ભણતર માટેનો તમામ ખર્ચ હું કરીશ. તેમણે કહ્યું કે હું તને મારા દીકરાની જેમ જ ભણાવીશ. અધિકારીએ બાળકના ભણતરની તમામ જવાબદારી પોતાના માથે લીધી. અધિકારીની દરિયાદિલી જોઈને સૌ કોઈ ખુશ થઇ ગયા.