હવામાન વિભાગની મહત્વની આગાહી, આવતી કાલથી ઠંડીનું જોર વધશે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

Weather

આમ તો શિયાળાની શરૂઆતથી જ ઠંડીનું પ્રમાણ વધારે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સરેરાશ તાપમાન ઘટતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. જેથી લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. નવા વર્ષ 2022 ની શરૂઆતમાં રાજ્યના વિસ્તારમાં વાદળો બંધાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

નવા વર્ષના પ્રથમ અઠવાડિયામાં પશ્રિમ ઉત્તર ભારતથી પૂર્વ મધ્ય ભારત સુધી શીત લહેરની આશંકા છે. સરેરાશ તાપમાન ઘટશે જેથી વાતાવરણમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 તારીખ સુધી ઠંડીનું જોર વધશે ત્યારબાદ ધીમે ધીમે તાપમાનનો વધારો થશે. 4 જાન્યુઆરીએ હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આગમન થશે જેના લીધે કાશ્મીર, લદાખ થતાં ઉત્તરાખંડમાં બરફવર્ષા થઈ શકે છે.

આ બરફ વર્ષાને કારણે શીત લહેર આવશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પંજાબ, હરિયાણા, રાજસ્થાન,દિલ્હી, ચંદીગઢ તથા યુપીમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ એટલે કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટશે. તમિલનાડુમાં ગુરુવારે રાત્રે અચાનકથી વરસાદ થતાં ચેન્નાઈના જુદા જુદા વિસ્તારોમાં જળબંબાકાર થયો હતો.

વાતાવરણમાં પલટો આવતાં તમિલનાડુમાં અચાનકથી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન ચેન્નઈમાં 20 સેમી જેટલો વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. વરસાદ થવાને કારણે આસપાસના વિસ્તારમાં ઠંડીનું જોર વધ્યું છે. 5 જાન્યુઆરી બાદ હિમાલયમાં હિમવર્ષા થશે જેના ભાગરૂપે શીત લહેર આવશે. ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધવાની શક્યતા છે. લોકોને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published.