હાલમાં અક્ષય કુમારની ફિલ્મ રિલીઝ થવાની છે. અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ ફિલ્મને રિલીઝ થવાના ઘણા સમય પહેલા વિરોધનો સામનો કરવો પડે છે. આ ફિલ્મને લઈને કરણી સેનાએ વિરોધ કર્યો હતો. કરણી સેના બાદ ઓલ ઇન્ડિયા વીર ગુર્જર સમાજે હવે ફિલ્મ નિર્માતાઓને ચેતવણી આપી છે. ગુર્જર સમુદાયની માંગ છે કે ફિલ્મમાં ક્યાંય ઇતિહાસની હકીકતો ભજવવી જોઈએ નહીં અને ફિલ્મનું શીર્ષક બદલીને સન્માનજનક રાખવામાં આવે.
અહેવાલ મુજબ ગુર્જર સમુદાયે એવો દાવો કર્યો છે કે પૃથ્વીરાજ રાજપૂત નથી. તે ગુર્જર સમુદાયનો હતો. એટલા માટે તેમણે પોતાની માંગમાં સ્પષ્ટ કહ્યું છે કે પૃથ્વીરાજને ફિલ્મમાં ગુર્જર તરીકે રજૂ કરવામાં આવે. નહીં તો તેઓ આ ફિલ્મને રાજસ્થાનમાં રિલીઝ થવા દેશે નહીં. આ વાતની તેઓએ ચેતવણી આપી છે.
બીજી તરફ શ્રી કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા વિજેન્દરસિંહ શક્તિવતે દલીલ કરી હતી કે, “ગુર્જરોની ઉત્પત્તિ ગુજરાતમાં થઈ હતી. ગુર્જરોને પહેલા ‘ગૌચર’, પછી ‘ગુજ્જર’ અને છેલ્લે ‘ગુર્જર’ તરીકે ઓળખવામાં આવતા હતા. આ શીર્ષક જાતિને બદલે સ્થાન પર આધારિત છે. આમ તેઓએ પણ આ ફિલ્મને લઈને વિરોધ પ્રદર્શન કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પૃથ્વીરાજ ફિલ્મ 22 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થવાની છે. પરંતુ રિલીઝ થાય તે પહેલા જ ગુર્જરોએ આ ફિલ્મનો વિરોધ પ્રદર્શન કર્યો હતો. આવી સ્થિતિમાં ફિલ્મ નિર્માતા માટે આ વિવાદનો સામનો કરવો મોટો પડકાર બની રહેશે. આપને જણાવી દઇએ કે, ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારે પણ અક્ષય કુમારના લુકને લઈને લોકો તરફથી ખરાબ પ્રતિક્રિયા આવી હતી. આ જ રીતે હવે રાજસ્થાનમાં પણ આ ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.
અક્ષયકુમારની આ ફિલ્મ અંગે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, ત્યારે ફિલ્મ પૃથ્વીરાજ કઈ રીતે રિલીઝ થશે તે પણ એક ચર્ચાનો વિષય છે. કરણી સમુદાયના વિરોધ પ્રદર્શનને કારણે ફિલ્મ નિર્માતા પણ ખુબ ચિંતિત છે. તો 22 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે ગુર્જર લોકોએ પણ ચેતવણી આપી છે જે નિર્માતા માટે પડકારરૂપ છે. હવે જોવાનું એ રહેશે કે આ પડકાર વચ્ચે ફિલ્મ નિર્માતા ફિલ્મ કેવી રીતે રિલીઝ કરશે.