નાના પાટેકર એક બોલિવૂડ સ્ટાર છે, જે લાંબા સંઘર્ષ બાદ પોતાની એક્ટિંગના આધારે સફળ થયા છે. નાના પાટેકરના ઘણા બધા ચાહકો છે. નાના પાટેકર ખુબ લોકપ્રિય અભિનેતા છે. ક્રાંતિવીર, ખામોશી, પ્રહર, તિરંગા, પરિન્દા, રાજનીતી, ગુલામ-એ-મુસ્તફા જેવી ઘણી શાનદાર ફિલ્મો આપનાર નાના પાટેકરે પણ પોતાના જીવનમાં એક સમય એવો જોયો હતો જ્યારે ઘર ચલાવવા માટે તેમને માત્ર 35 રૂપિયામાં ઝિબ્રા ક્રોસિંગ પેઇન્ટ કરવું પડ્યું હતું.
નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી, 1951ના રોજ મહારાષ્ટ્રના મુરાદ-જંજીરામાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેના પિતા મુંબઈમાં કાપડનો ધંધો કરતા હતા. પરંતુ તેનો પરિવાર અચાનક આર્થિક તંગીમાં આવી ગયો હતો. જેના લીધે નાના પાટેકરને નાની ઉંમરે જ અભ્યાસની સાથે સાથે ઘર ચલાવવા માટે કામ કરવું પડ્યું હતું.
નાના પાટેકરે પોતાના જીવનના આ મુશ્કેલીના સમયમાં પણ હિંમત હારી નહિ અને જીવનમાં આગળ વધ્યા હતા. નાના પાટેકર ભણવાની સાથે સાથે પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ જોઇને કામ પર લાગી ગયા હતા. તે સવારે કોલેજ જતા અને સાંજે સહાય એજન્સીમાં કામ કરતા હતા. આ સમય દરમિયાન જ તેઓ નીલકાંતિ પાટેકરને મળ્યા હતા.
નાના પાટેકરે 1987 માં નીલકાંતિ પાટેકર સાથે લગ્ન કર્યા અને પછી તેઓ થિયેટર તરફ વળ્યા. ધીમે ધીમે તેની મહેનત ફળી અને ફિલ્મ ઉદ્યોગ તરફ તેમણે પોતાનો રસ્તો ખોલ્યો જેણે તેમનું જીવન બદલી નાખ્યું. મુઝફ્ફર અલીની ‘ગમન’ એ કારકિર્દીની શરૂઆત કરી હતી અને પછી તેમણે પાછળ વળીને જોયું નહીં. તેમનો સિક્કો દાયકાઓથી ફિલ્મ ઉદ્યોગમાં ઉછળે છે. આજ પણ નાના પાટેકર લોકો માટે પ્રિય છે.