ગુજરાતની આ દીકરી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને બની ડીવાયએસપી, માત્ર 25 વર્ષની ઉંમરે બની ઉચ્ચ પોલીસ અધિકારી

Story

આજના સમયમાં સૌ કોઈ સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે અને પરીક્ષા આપે છે પરંતુ બધા લોકો તેમાં સફળ થતા નથી. કહેવાય છે ને કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, આ કહેવત સાચા અર્થમાં સાબિત કરી બતાવી છે ગુજરાતની આ દીકરીએ. તો ચાલો ગુજરાતની આ બહાદુર દીકરી વિશે જાણીએ..

આજના સમયમાં PSI અને કોન્સટેબલની પરીક્ષા માટે દોડ ચાલી રહે છે. એવામાં ઘણા યુવાનો પોતાના સપના સાકાર કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. આવા લોકો રાત દિવસ મહેનત કરીને પોતાના સપનાંને સાકાર કરે છે. આવી જ એક કહાની આપણા ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના નાનકડા ગામની દીકરીની છે. જેના વિશે લોકો ખૂબ ચર્ચા કરી રહ્યા છે.

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના નાનકડા ગામના મનીષા બહેન આજના યુવાનો માટે ઉત્તમ ઉદાહરણ છે. જેઓએ પોલીસ બનવા ખૂબ જ મહેનત કરી અને માત્ર 22 વર્ષની ઉંમરે સિવિલ એન્જીનીયરીંગ પૂર્ણ કરી, તેઓ GPSC ની તૈયારી કરવા લાગ્યા. તેઓએ 23 વર્ષની ઉંમરે વર્ષ 2018-19 માં પ્રથમ પ્રયાસે GPSC ની મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષા પાસ કરી હતી.

ત્યારબાદ તેઓ આસિસ્ટન્ટ TDO તરીકે અંજારમાં ફરજ પર હતા. પરંતુ તેમનું લક્ષ્ય બીજું જ કઈ હતું. તેઓ આનાંથી પણ કંઈ વધારે કરવા માંગતા હતા. જેથી તેમણે નોકરીની સાથે સાથે પોતાની તૈયારી ચાલુ રાખી અને ફરી એક વાર GPSC ની પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા આપી. આ પરીક્ષા મનીષા બહેને પાસ કરી, પરંતુ તેમનું લક્ષ્ય હજુ પૂર્ણ થયું ન હતું.

મનીષા બહેને પોતાની ફરજ નિભાવવાની સાથે સાથે પરીક્ષાની તૈયારી કરતા રહ્યા અને માત્ર 25 વર્ષની ઉંમરે મનીષા બહેન ડીવાયએસપી બન્યા. તેમની આ સફળતા જોઈને પરિવાર તેમના ગામ અને સમાજના લોકો તેમના પર ગર્વ અનુભવી રહ્યા છે. મનીષાબહેનના પરિવારમાં તેમના પિતા પણ પોલીસ ઇન્સ્પેકટરમાં છે. જેમનું નામ બળદેવભાઇ દેસાઇ છે. તેઓ પણ પોતાની દીકરી પર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે અને આજે બાપ દીકરી બન્ને પોતાની ફરજ ઈમાનદારીથી બજાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.