કોરોનાના વધતા કેસને ધ્યાને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યું આ અગત્યનું નિવેદન

Gujarat

હાલમાં કોરોનાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશ વિદેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. દેશમાં રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે હાલ 15 થી 18 વયજૂથના બાળકોને કોરોનાથી બચાવવા માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના 35 લાખ બાળકોને રસી આપવા માટે શાળા કોલેજોમાં રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

બાળકોને કોરોનાંથી બચાવવા માટે જલ્દીથી રસી આપવામાં આવે તે માટે સરકાર કામ કરી રહી છે. ગાંધીનગરમાં જ્યારે સૌપ્રથમ બાળકોને વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, બાળકોને અનુરૂપ વેકસીન છે અને પ્રક્રિયા પ્રમાણે મંજૂરી આપવામાં આવી છે. વાલીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ જાતના પેનિક વગર બાળકોને રસી આપવામાં આવશે. હું રાજ્યની જાગૃત જનતાને સાથ સહકાર આપવા માટે અભિનંદન પાઠવું છું.

હાલ શાળાઓમાં પણ કૉરોનાએ કહેર મચાવ્યો છે. દિવસેને દિવસે શાળાઓમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે હું આ વયના બાળકો અને તેમના માતા-પિતાને વિનંતી કરું છું કે, હાલ આપણી પાસે બાળકોને કોરોનથી લડવા માટે વેક્સિનેશન એકમાત્ર શસ્ત્ર રહેલું છે. તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારના પેનિક વગર WHO ની મંજૂરી સાથે વિદ્યાર્થીઓને આ વયના બાળકોને એમને અનૂકૂળ એવી રસી આપી તેમને કોરોનાથી રક્ષણ આપી શકાશે.

જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે કોઈપણ શાળા કોલેજોમાં કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કરવામાં આવશે તો ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ રાજ્યની દરેક સ્કૂલોમાં કોરોનાના નિયમોનું પાલન થાય તેના માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે શાળાઓમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન થાય તે માટે પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે.

જીતુ વાઘાણી દ્વારા દિવ્યાંગ બાળકો અને વિદ્યાર્થીઓ માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 40 ટકા સુધી દિવ્યાંગતા વાળા તમામને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે. અનેક દિવ્યાંગોને તેનો લાભ મળશે. અત્યાર સુધી 40 ટકાથી વધુ દિવ્યાંગ હોય તેમને જ લાભ પ્રાપ્ત થતો હતો. પરંતુ નવા નાણાકીય વર્ષથી તેનો પ્રારંભ કરવામાં આવશે. જીતુ વાઘાણીએ બાળકો અને તેમના વાલીઓને પણ કોરોનાથી બચવા સાવચેતી રાખવા માટે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.