કોરોનાના કેસ વધતા નાઈટ કર્ફ્યુ, વિકેન્ડ લોકડાઉન સહિત રાજ્ય સરકાર લઈ શકે છે આ મોટા નિર્ણયો

Gujarat

રાજ્યમાં કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસોમાં દિવસેને દિવસે સતત વધારો થી રહ્યો છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે અગત્યના નિર્ણયો લેવાઈ શકે છે. આપણે જણાવી દઈએ કે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટને પણ હાલ પૂરતી મોકૂફ રાખી છે, ત્યારે હવે નાઈટ કર્ફ્યુ અને વિકેન્ડ લોકડાઉન અંગે પણ સરકાર અગત્યના નિર્ણયો લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આવતી કાલે 7 જાન્યુઆરીથી નાઈટ કર્ફ્યુની સમય મર્યાદા પુરી થઇ રહી છે. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા નાઈટ કર્ફ્યુની મુદતમાં વધારો કરવામાં આવી શકે છે. એક્પર્ટસનું માનવું છે કે રાજ્ય સરકાર દ્વારા નાઈટ કર્ફ્યુનો સમય વધારીને સાંજના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો થઇ શકે છે. આ ઉપરાંત દિલ્હી અને મહારાષ્ટ્રની જેમ સરકાર ગુજરાતમાં પણ વિકેન્ડ લોકડાઉન અંગે વિચાર કરી શકે છે.

ગત 25 ડિસેમ્બરથી રાજ્ય સરકાર દ્વારા આઠ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર અને જામનગરમાં રાત્રીના 11 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ અમલમાં મુકવાના આવી હતી. દરમિયાન આવતી કાલે આ નાઈટ કર્ફ્યુની મુદત પુતિ થઇ રહી છે, ત્યારે ફરી એકવાર આ કર્ફ્યુનો સમય વધારવામાં આવી શકે છે.

દેશભરમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમા પણ હવે કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ગઈ કાલે સાત મહિના બાદ પહેલીવાર રાજ્યમાં ત્રણ હજાર કરતા નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કડક પ્રતિબંધો અમલમાં મુકવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.