લારીવાળા પાસેથી ઉધાર લીધા હતા શીંગદાણા, 11 વર્ષ બાદ અમેરિકાથી રૂપિયા પરત કરવા આવ્યા અને પછી જે થયું

Story

ઉધાર લઈને ભૂલી જવાની આદત મોટાભાગના લોકોને હોય છે. જો તમે બજારમાંથી મોંઘી વસ્તુઓ ઉધાર લઈ લીધી હોય કંઈ પણ કરીને તેના પૈસા ચૂકવો છો, પરંતુ જો તમે કોઈ સસ્તી વસ્તુ દુકાન પરથી ઉધાર લીધી હોય તો તેના પૈસા આપવા ભૂલી જાવ છો. આંધ્રપ્રદેશના મોહન પણ આવી જ રીતે સીંગદાણા વાળા પાસેથી ઉધાર લઈને પૈસા આપવા ભૂલી ગયા હતા. પરંતુ 11 વર્ષ બાદ તેમણે ભવ્ય રીતે સીંગદાણા વાળાની ઉધારી ચૂકવી.

આ ઉધારીની કહાની વર્ષ 2010 માં શરૂ થઈ હતી. આ વર્ષે મૂળ ભારતીય અને હાલ વિદેશમાં રહેતા મોહન તેમના પુત્ર નેમાની, પ્રણવ અને પુત્રી સુચિતા સાથે આંધ્રપ્રદેશના યુકોથાપલ્લી બીચ પર ફરવા ગયા હતા. અહીં જ મોહને પોતાના બાળકો માટે સત્તાયા નામની શીંગદાણાની દુકાનમાંથી શીંગદાણા ખરીદ્યા હતા. બાળકો આ શીંગદાણા ખુશ થઈને ખાવા લાગ્યા.

જ્યારે પૈસા આપવાનો સમય આવ્યો ત્યારે મોહનને ખ્યાલ આવ્યો કે તે પોતાનું પાકીટ ઘરે જ ભૂલી ગયો છે. હવે તેમની પાસે સીંગદાણા વાળાને આપવા માટે પૈસા નહોતા. કદાચ બીજો દુકાનદાર હોય તો પૈસા માગતો, પણ આ શીંગદાણાવાળો ઉદાર દિલનો નીકળ્યો. મોહન પાસેથી પૈસા ન લીધા અને મફતમાં શીંગદાણા આપ્યા. તેમણે મોહનને પૈસા આપવા માટે દબાવ કર્યો નહિ.

પરંતુ મોહને તેને વચન આપ્યું હતું કે તે ટૂંક સમયમાં તેના રૂપિયા ચૂકવી આપશે. ત્યારબાદ મોહને તે શીંગવાળાનો ફોટો લીધો. મોહને ઉધારી ચૂકવવાનું વચન આપ્યું હતું, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે જો થોડા પૈસા ઉધાર લીધા હોય તો કોઈને તે ઝડપથી યાદ આવતા નથી. મોહનને પણ યાદ આવ્યું નહિ અને એનઆરઆઈ મોહન ઉધારી ચૂકવ્યા વિના થોડા દિવસોની મુસાફરી બાદ તેના પરિવાર સાથે અમેરિકા પાછો જતો રહ્યો હતો.

માત્ર થોડાક પૈસાની જ ઉધારી હતી તેથી મોહનને આ વાત ભૂલી જવી જોઈતી હતી, પરંતુ આ લોકો અહીં ઉધાર લેવાની દ્રષ્ટિએ અન્ય લોકોથી અલગ હતા. 2010 માં શરૂ થયેલી આ કહાનીનો લગભગ 11 વર્ષ બાદ અંત આવ્યો. જ્યારે મોહનના બાળકો નેમાની, પ્રણવ અને સુચિત્રા ભારત પાછા ફર્યા હતા. આ કહાની ખુબજ રસપ્રદ છે.

તેમને શીંગવાળાની ઉદારતાની યાદ આવી. બંને ભાઈ-બહેનોએ શીંગવાળાની ઉધારી ચૂકવવાનું નક્કી કર્યું. પરંતુ સમસ્યા એ હતી કે 11 વર્ષ પછી શીંગવાળાને ક્યાં શોધવો. પરંતુ નેમાની અને તેની બહેને ઉધારી ચૂકવવાનું નક્કી કરી લીધું હતું. આ બાળકોના પિતા મોહન પણ સીંગદાણાના પૈસા પાછા આપવા માટે ઉત્સુક હતા, કારણ કે તેમણે જ શીંગવાળાને પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું. નેમાની અને તેની બહેને શીંગવાળાને શોધવા માટે કાકીનાડા શહેરના ધારાસભ્ય ચંદ્રશેખર રેડ્ડીની મદદ લીધી હતી.

મોહનની વિનંતી બાદ ધારાસભ્ય રેડ્ડીએ પણ તરત જ ઉમદા હેતુ માટે સંમતિ આપી હતી અને ફેસબુક પર વિલંબ કર્યા વિના શીંગવાળાની શોધમાં એક પોસ્ટ શેર કરી હતી. તેમની શેર કરેલી પોસ્ટને કારણે ટૂંક સમયમાં જ તેમના વતન ગામ નાગુલાપલ્લીના કેટલાક લોકોએ ધારાસભ્યને તે શીંગવાળા વિશે જાણ કરી. તેઓ તે શીંગવાળાના ઘરે ગયા પરંતુ દુ:ખની વાત એ છે કે તે હવે દુનિયામાં નહોતો. પરંતુ નેમાની અને સુચિત્રાએ પોતાનું વચન પૂરું કર્યું અને તેમના પરિવારને 25,000 રૂપિયા ચૂકવ્યા.

Leave a Reply

Your email address will not be published.