હાલ દિવસેને દિવસે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અગત્યની આગાહી કરવામાં આવી છે. આગામી છ થી આઠ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી તથા સુરેન્દ્રનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું જોર ઘટ્યું હતું. પરંતુ વાતાવરણમાં પલટો થતાં મંગળવારથી કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તો અમદાવાદ સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે. આ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી છ જાન્યુઆરી બાદ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થશે. ઉપરાંત કમોસમી વરસાદને કારણે ખેડુતોનો પાક પણ બગડી શકે છે જેથી ખેતીમાં નુકસાન થઈ શકે છે. જેથી કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પરટેઇવેટ વેધર કંપનીના જણાવ્યા અનુસાર આઠ તારીખ બાદ તાપમાન સામન્ય રહેશે. જેથી લોકોને ઠંડીથી રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાઠિયા દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધારે રહ્યા બાદ હવે ધીમે ધીમે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થઈરહ્યો નછે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી માવઠાની આગાહી કરતા ઠંડીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. જોકે આ માવઠાની શક્યતા રાજ્યના છુટાછવાયા વિસ્તાર પૂરતી જ છે. જેથી સાર્વત્રિક રીતે રાજ્યમાં આ માવઠાની અસર જોવા મળશે નહીં.