આવી રીતે થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા, પ્રધાનમંત્રીની સુરક્ષાની આ વાતો આજે પણ 99 ટકા લોકો નથી જાણતા

Facts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત બુધવારે પંજાબના ફિરોજપૂરમાં એક રેલીને સંબોધિત કરવા જવાના હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જવાનો હતો. પરંતુ તેમનો કાફલો જેવો એક ફ્લાયઓવર બ્રિજ પર પહોંચ્યો ત્યારે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાફલાને લગભગ વિસ મિનિટ સુધી આ બ્રિજ પર રોકાવું પડ્યુ હતુ અને છેલ્લે પ્રધાનમંત્રી ના જઈ શકવાને કારણે ત્યાંથી પરત ફરવું પડ્યું હતું.

સામાન્ય રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રૂટ સાત કલાક પહેલા જ નક્કી કરવામાં આવે છે. ઉપરાંત તેમને સુરક્ષા પણ આપવામાં આવે છે. દરેક દેશમાં વડાપ્રધાનને ચુસ્ત સુરક્ષા આપવામાં આવે છે. જેની જવાબદારી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ સંભાળે છે. વડાપ્રધાન બુલેટપ્રુફ, રેન્જ રોવર, મર્સિડીઝ અને BMW જેવી ગાડીમાં મુસાફરી કરે છે. આ ગાડીઓમાં તેમને સારી એવી સુરક્ષા મળે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે મર્સિડીઝ કારમાં ફરે છે તેની બોડી વિશેષ મટીરીયલથી બનાવવામાં આવી છે, જે બુલેટપ્રુફ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દરેક કાર સુરક્ષાયુક્ત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ કાર પર પોલિકાર્બોનેટનું કોટિંગ છે. જે અંદર બેઠેલા વ્યક્તિને વિસ્ફોટથી બચાવે છે. આ ઉપરાંત જો પ્રધાનમંત્રીની ગાડી પર ગેસ એટેક કરવામાં આવે તો પણ આ કારની કેબિન ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જાય છે અને અંદર બેઠેલા વ્યક્તિને વિસ્ફોટથી બચાવે છે.

પ્રધાનમંત્રીની કારમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા હોય છે. કોઈ વિપરીત પરિસ્થિતિ સર્જાય તો કારમાં એક્ઝિટ ડોર પણ હોય છે તથા કારના કાચના ગ્લાસ પણ બુલેટપ્રુફ છે. સૌથી મહત્વની વાત એ છે કે જો આ ગાડીમાં પંચર થઈ જાય તો પણ તે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 320 કિલોમીટર જેટલુ અંતર કાપી શકે છે. પ્રધાનમંત્રીને આવી ઘણી બધી ચુસ્ત સુરક્ષાઓ આપવામાં આવે છે.

વડાપ્રધાન જ્યારે બહાર જાય ત્યારે તેમની સુરક્ષામાં તેમની સાથે લગભગ 100 લોકોની ટીમ ચાલતી હોય છે. ઉપરાંત જો પીએમ મોદી કોઈપણ રાજ્યમાં જવાના હોય તો તેમનો રૂટ સાત કલાક પહેલા જ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે પ્રધાનમંત્રી બહાર જવાના હોય ત્યારે ચાર થી પાંચ કલાક પહેલા જ રસ્તાની બંને બાજુ 100 મીટરના અંતર સુધી પોલીસ તૈનાત કરી દેવામાં આવે છે.

જ્યારે પ્રધાનમંત્રીનો કાફલો કોઈ રાજ્યમાં જાય છે ત્યારે ત્યાંની સ્થાનિક પોલીસ આગળ ચાલે છે અને રસ્તો ક્લિયર કરે છે ત્યાર બાદ જ પ્રધાનમંત્રીનો કાફલો આગળ વધે છે. જયારે રૂટ નક્કી કરવામાં આવે છે ત્યારે બે વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવે છે. કારણ કે જો કોઈ કારણોસર એક રસ્તો બંધ થઈ જાય તો બીજા રસ્તાનો ઉપયોગ કરી શકાય.

જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈપણ યાત્રાએ નીકળવાના હોય તેના ત્રણ થી ચાર દિવસ પહેલા જ સિક્યોરિટી ટીમ રસ્તાનું અવલોકન કરીને યોગ્ય રૂટ નક્કી કરે છે. મુખ્ય રસ્તો અને વૈકલ્પિક રસ્તો બન્ને યોગ્ય રીતે ચકાસણી કરીને નક્કી કરવામાં આવે છે અને બંને રસ્તાઓ પર સિક્યોરિટી રાખવામાં આવે છે. જ્યારે પ્રધાનમંત્રી અન્ય રાજ્યમાં જાય છે ત્યારે તેમનો મોટો કાફલો અને સિક્યોરિટી ટીમ તેની સાથે જ રહે છે. પ્રધાનમંત્રીને ચુસ્ત સિક્યોરિટી આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.