કુંભકર્ણને રામાયણના સૌથી મોટા વિરોમાંથી એક માનવામાં આવે છે. જેના બળથી ના માત્ર સંસાર પરંતુ દેવી દેવતાઓ પણ ડરતા હતા. બધા દેવતાઓએ મળીને કુંભકર્ણને રોકવાની કોશિશ કરી હતી. એ પણ કહેવું ખોટું નથી કે જો કુંભકર્ણ તેની બધી શક્તિઓનો ઉપયોગ કરી શકતો હોત તો કદાચ આ દુનિયા કંઈ અલગ હોત. તો આવો જાણીએ કુંભકર્ણ સાથે જોડાયેલી કેટલીક બાબતો.
કુંભકર્ણના જન્મ સાથે બે કહાની પ્રચલિત છે. પહેલી કહાની અનુસાર તે પાછળના જન્મમાં શ્રી કૃષ્ણના પાર્ષદ વિજયી હતા. જે સમત કુમારના શ્રાપને કારણે રાક્ષસ બની ગયો. બીજી કહાની અનુસાર રાજા પ્રતાપ ભાનુને એક દુષ્ટ રાજાએ તપસ્વી બનીને સલાહ આપી કે તેઓ બ્રાહ્મણોને જમવા માટે આમંત્રણ આપે. પ્રતાપ ભાનું જતા રહ્યા પછી દુષ્ટ રાજાએ બ્રાહ્મણોની હત્યા કરી અને તેનું માંસ પ્રતાપ ભાનુની રસોઈ સાથે મુકાવી દીધું.
પ્રતાપ ભાનુએ તે જમવાનું ઋષિઓને પીરસી દીધું પરંતુ તેઓ અન્ન ગ્રહણ કરે તે પહેલા આકાશવાણીએ તેમને ચેતવણી આપી અને ભોજન કરતાં અટકાવ્યા. બ્રાહ્મણોએ પ્રતાપભાનુ અને તેમના ભાઈ હરિમર્દનને રાક્ષસ યોનિમાં જન્મ મળશે તેવો શ્રાપ આપ્યો. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેઓ નિર્દોષ છે તો તેમણે વરદાન આપ્યું કે તેમની મુક્તિ શ્રી વિષ્ણુના હાથે થશે.
પ્રતાપભાનુએ રાવણ રૂપે જન્મ લીધો જ્યારે હરિમર્દનનો જન્મ કુંભકર્ણના રૂપમાં થયો. કુંભકર્ણ બાળપણથી જ ખાવાનો ખૂબ શોખીન હતો. કહેવાય છે કે તે પાંચ દેશોની બરાબર ખાવાનું એકલો ખાતો હતો. જ્યારે તેના માટે ભોજન ઓછું થવા લાગ્યું ત્યારે તેને જે કંઈ પણ મળવા લાગ્યું તે ખાવાનું શરુ કરી દીધું. પછી ભલે તે વુક્ષ હોય, પથ્થર હોય કે પછી માણસ અથવા તો દેવ પુરુષને પણ છોડતો નહી.
આનાથી દેવી દેવતાઓને એ ચિંતા થવા લાગી કે કુંભકર્ણ પોતાની ભૂખ મટાવવા માટે આખી દુનિયા બરબાદ કરી નાખશે. કુંભકર્ણ રાંધેલા ભોજનની સાથે કાચા પાક પણ ખાઈ જતો હતો જેનાથી દુનિયામાં અકાળ પણ આવી શકે તેમ હતો. તેમની વધતી જતી સમસ્યાઓથી પરેશાન થઈને કુંભકર્ણને તેમની માતા કૈકસીએ તપ કરીને બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરવાનું કહ્યું. જેનાથી તે આખી દુનિયા પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી શકે.
રાવણ, કુંભકર્ણ અને વિભીષણ ત્રણેયે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા પરંતુ બ્રહ્માજીને એ વાતની ચિંતા હતી કે જો કુંભકર્ણ પોતાના માટે કોઈ મોટું વરદાન માંગી લેશે તો તેને સંભાળવો દેવતાઓ માટે મુશ્કેલ થઈ જશે. તેથી બ્રહ્માજીએ સરસ્વતી દેવીની કહ્યું કે તે કુંભકર્ણની બુદ્ધિને ભ્રમિત કરી દે. સરસ્વતી દેવીએ તેવું જ કર્યું. જેથી ફળસ્વરૂપે ઇન્દ્રાસનની જગ્યાએ કુંભકર્ણએ નિન્દ્રાસન માંગ્યું.
બ્રહ્માજીએ કુંભકર્ણને છ મહિના સૂવાનું અને માત્ર એક દિવસ જાગવાના આશીર્વાદ આપ્યા. સાથે સાથે એ ચેતવણી પણ આપી કે જે દિવસે તેને તેની ઊંઘમાંથી સમય પહેલા જગાવવામાં આવશે તે દિવસે તેનું મૃત્યુ થઈ જશે. એ દિવસથી જ કુંભકર્ણનું નવું જીવન શરૂ થયું. આ દરમિયાન તે છ મહિનામાં એકવાર જાગતો હતો. તે દિવસે તે ઘડા ભરી ભરીને મદિરા પાન કરતો હતો. ત્યારબાદ તેની આસપાસ જોવા મળતી તમામ વસ્તુઓ ખાઈ જતો હતો.
કુંભકર્ણ એટલો વિશાળ હતો કે તેની ઉપર હાથી પણ દોડાવી શકાતા હતા. રાવણે કુંભકર્ણના સુવા માટે એક અલગ મહેલ બનાવડાવ્યો હતો. કુંભકર્ણ એ વાત જાણતો ન હતો કે રાવણે સિતાજીનું અપહરણ કરી લીધું છે અને બંને સેનાઓ વચ્ચે મહાયુદ્ધ ચાલી રહ્યું છે. રાવણના મોટા ભાગના સૈનિકો યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. આ સમયે રાવણને કુંભકર્ણની ખૂબ જરૂર હતી પરંતુ સમસ્યા એ હતી કે તેને ઊંઘમાંથી ઉઠવા માટે છ મહિના પૂરા થયા નહોતા.
પરંતુ રાવણ ત્યાં સુધી રાહ જોઈ શકે તેમ ન હતો. તેણે પોતાની સેનાને કુંભકર્ણને જગાવવા માટે મોકલી. તેના કાનમાં ઢોલ, નગારા વગાડવામાં આવ્યા. તેના શરીર પર તલવારથી વાર કરવામાં આવેલ તથા તેના શરીર પર ભેંસ ચલાવવામાં આવી હતી પરંતુ તેઓ કોઇ પ્રભાવ પડ્યો નહીં. આખરે જ્યારે તેના શરીર પર હાથીને ચલાવવામાં આવ્યા અને સ્વાદિષ્ટ ભોજનની સુંગંધ તેની આસપાસ આવી ત્યારે તે જાગ્યો.
જાગીને તરત તેણે ઘડા ભરી ભરીને મદિરા પાન કર્યું. ત્યારબાદ તે ભેંસો પણ ખાઈ ગયો. તેણે ભર પેટ ભોજન કર્યું અને ત્યાં હાજર સૈનિકોને પણ ખાઈ ગયો. બધું થઈ ગયા બાદ તેણે બાકી બચેલા સૈનિકોને પૂછ્યું કે તેને શા માટે જગાવવામાં આવ્યો છે. ત્યારે કુંભ કર્ણને તમામ ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું. ત્યારે રાવણે કુંભકર્ણને મળવા આવ્યો અને મદદ માંગી.
કુંભકર્ણએ પહેલા તો પારકી સ્ત્રીના અપહરણ માટે દિક્કાર્યો. પરંતુ બાદમાં મદદ કરવા માટે તૈયાર થઈ ગયો. પરંતુ કુંભકર્ણને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે તેઓ અંત નિશ્ચિત છે કારણ કે તેને સમય પહેલા જગાવી દેવામાં આવ્યો હતો. તેને એ વાતનો ભય હતો કે તેના મૃત્યુ પછી તેના શરીરને પહાડ સમજીને વાંદરા તેને કોતરી શકે છે. તેથી તેમણે પોતાની સેનાને આદેશ કર્યો કે જો યુદ્ધમાં હું મૃત્યુ પામુ તો મારું માથું સમુદ્રમાં ફેંકી દેવામાં આવે.
આમ તમામ વ્યવસ્થા કરીને કુંભકર્ણ યુદ્ધમાં મેદાનમાં ગયો. ત્યાં પહોંચીને તેણે હાહાકાર મચાવી દીધો. અસંખ્ય વાંદરાઓને ખાઈ ગયો. કેટલાક તેના પગની નીચે આવી ગયા તો કેટલાકને તેણે હાથથી મચેડી નાખ્યા. ત્યારે શ્રી રામે કુંભકર્ણ સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. તેમણે પહેલા હાથ કાપ્યા, ત્યારબાદ પગ અને છેલ્લે માથું ધડથી અલગ કરી દીધું. રામને કુંભકર્ણની અંતિમ ઈચ્છાની ખબર હતી તેથી રામે બાણ એવી રીતે માર્યું કે તે સીધું હિમાલયની પહાડીઓમાં કંચનજંઘા પર પડ્યું જે આજે પણ ત્યાં જ છે.