ભુતપૂર્વ સૈનિકનું અચાનક ખુલ્યુ નસીબ, અચાનક જ લાગી પાંચ કરોડની લોટરી

India

પૈસા મેળવવા સૌ કોઈ ઇચ્છતા હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમનું નસીબ અચાનકથી ચમકતું હોય છે. તેવું જ આ વ્યક્તિ સાથે થયું છે. હરિયાણાના ભિવાનીના રહેવાસી ભૂતપૂર્વ સૈનિકનું નસીબ અચાનક જ ખુલી ગયું. તેને એક જ ઝાટકે પાંચ કરોડ રૂપિયાની લોટરી લાગી છે. હવે 30 ટકા ટેક્સ બાદ તેને સાડા ત્રણ કરોડ રૂપિયા મળશે.

ભિવાનીના બરદુ મુગલના રહેવાસી ઉત્તર સિંહ સેનામાંથી નાયક પદ પરથી નિવૃત્ત થયા હતા. તે છેલ્લા 15 વર્ષથી લોટરી ખરીદે છે. તેણે અત્યાર સુધી લોટરીમાં 10 લાખ રૂપિયા ખર્ચ્યા છે. જેમાં અત્યાર સુધી ઘણા નાના ઇનામો બહાર આવ્યા હતા, પરંતુ હવે એક મોટું ઇનામ બહાર આવ્યું છે.

આ ભૂતપૂર્વ સૈનિકના બે પુત્રો છે જે આર્મીમાં છે. તેઓ વર્ષ 2007 માં નિવૃત્ત થયા અને ત્યારથી લોટરી ખરીદે છે. 6 મહિના પહેલા પણ તેને 90 હજાર રૂપિયાની લોટરી લાગી હતી. જયારે હાલમાં તેમને ખુબ મોટી નોકરી લાગી છે પરંતુ તેઓએ પૈસા ક્યાં ખર્ચવા તેનું આયોજન કર્યું નથી.

સાંભળ્યું ત્યારે વિશ્વાસ આવ્યો નહીં: તેણે નાગાલેન્ડ સરકારની લોટરી ખરીદી હતી. શરૂઆતમાં તેને અપેક્ષા નહોતી કે તેનું નામ પ્રથમ સ્થાને હશે. જેથી તેમને લોટરી લાગવા છતાં પણ વિશ્વાસ આવ્યો નહીં. જે બાદ એજન્સી ઓપરેટર સાથે વાત કરી અને ઓફિસરે વાત કરી ત્યાર પછી તેમને વિશ્વાસ આવ્યો.

સૈનિકે કહ્યું હવે લોટરી નહીં રમું: તેનું કહેવું છે કે હવે તે જીવનમાં ક્યારેય લોટરીની ટિકિટ નહીં ખરીદે. તેણે 24 જાન્યુઆરીએ લોટરી ખરીદી હતી અને લોટરીનું પરિણામ 1 જાન્યુઆરીએ આવ્યું હતું. જે દરમિયાન તેમને પાંચ કરોડ રૂપિયા લોટરી રૂપે મળ્યા. આ દરમિયાન તેમણે હવે લોટરી રમવી નથી તેવું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.