330 ફૂટની ઊંચાઈએ ત્રણ દિવસથી લટકી રહ્યો હતો ટ્રક, અને પછી જે થયું તે જાણીને તમે પણ કહેશો વાહ શું નસીબ છે

World

દુનિયામાં દર વર્ષે અકસ્માતોમાં લાખો લોકો મૃત્યુ પામે છે. જોકે ઘણા લોકો ખૂબ નસીબદાર હોય છે, જે ખતરનાક અકસ્માતોમા પણ જીવતા બચી જાય છે. આવો જ નસીબદાર નીકળ્યો ચાઈનાનો એક ડ્રાઈવર, જે ત્રણ દિવસ સુધી 330 ફૂટની ઊંચાઈએ ટ્રક અકસ્માતમાં ફસાયેલો રહ્યો અને જીવન અને મૃત્યુ વચ્ચે લટકતો રહ્યો. ત્યારબાદ તે કુશળતાપૂર્વક બચી ગયો અને પાછો આવ્યો. આ ઘટના સામે આવતા દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ટ્રક ડ્રાઇવર સાથેની આ ઘટના ઉત્તરી ચીનમાં બની હતી. તે ટ્રક ડ્રાઈવર 330 ફૂટની ઊંચાઈ પર બનાવેલા રસ્તા પર પોતાનો ટ્રક લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન તેનો ટ્રક લપસી પડ્યો હતો અને જમીનથી 330 ફૂટની ઊંચાઈએ ફસાઈ ગયો હતો. આ ઘટનાનો ફોટો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

અહેવાલો અનુસાર જે રસ્તા પર ટ્રક સાથે અકસ્માત થયો હતો. તે પર્વતની બાજુમાં હતો. નવાઈની વાત એ છે કે આ દરમિયાન ડ્રાઈવર ત્રણ દિવસ સુધી ટ્રકમાં ફસાઈ ગયો હતો. તમે જોઈ શકો છો કે અડધો ટ્રક રસ્તા પર છે અને અડધો ખાઈમાં લટકી રહ્યો છે. હકીકતમા જ્યા અકસ્માત થયો હતો તે રૂટ પર મોટા વાહનો લઈ જવાની મનાઈ હતી. બરફવર્ષાને કારણે રસ્તો પણ ખરાબ હતો. જેને કારણે ટ્રક કાબૂ બહાર નીકળી ગયો હતો અને ખડક પરથી લટકી ગયો હતો.

આ ઘટના એક જાન્યુઆરીની હોવાનું કહેવાય છે. આ ઘટનાના ત્રણ દિવસ સુધી ડ્રાઈવરે ખરાબ હાલતમાં ટ્રકમાં જીવન અને મોત વચ્ચે લટકી રહ્યો હતો. ત્યારબાદ ટાઉનિંગ સર્વિસના માણસોએ 4 જાન્યુઆરીએ ડ્રાઇવરને મોતના મુખમાંથી બહાર કાઢ્યો હતો. જેમણે આ ઘટના જોઈ હતી તેઓ ડરેલા હતા. ટ્રક અકસ્માતને કારણે હાઇવે પણ ત્રણ દિવસ માટે બંધ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.