ગુજરાતના અમદાવાદના એક પરિવારને પોતાના પાલતુ કુતરાનો જન્મદિવસ ઉજવવો મોંઘો પડ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર પરિવારે પોતાના પાલતુ કુત્તરા અબ્બી માટે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ એક પ્લોટમાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. માલિકે કુતરાના જન્મદિવસ પર ભવ્ય પાર્ટી ઉજવી.
કુતરા અબ્બીના જન્મદિવસની પાર્ટી એવી હતી જાણે કોઈ વ્યક્તિના લગ્ન થઇ રહ્યા હોય. મળતી માહિતી અનુસાર આ કુતરાના જન્મદિવસ પર અંદાજિત સાત લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. અબ્બીના માલિકે બધું તેના પ્લાન મુજબ કર્યું હતું, પરંતુ કોવીડના નિયમોનું પાલન કરવું ભૂલી ગયા.
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડની ગાઈડ લાઇનનું પાલન કરવું જરૂરી છે. સરકારે કામ વગર વધારે લોકોને એકઠા થવાની મનાઈ કરી છે. ત્યારે આ વ્યક્તિ દ્વારા કુતરાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેથી સ્થાનિક પોલીસે તેના વિરુદ્ધ મહામારી એક્ટ હેઠળ ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ બાબતે કુતરાના માલિક સહીત ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પણ આ જ બાબતની ચર્ચા થઈ રહી છે. જ્યાં એક તરફ લોકો કૂતરાને નસીબદાર ગણાવી રહ્યા છે કે તેનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો તો બીજી તરફ કેટલાક લોકો તેના પાલતુ કુતરાના લગ્ન કરાવી રહ્યા છે.