અધભુત છે તાંતણિયા ધરાવાળા ખોડિયાર માતાનો ઇતિહાસ, ભાવનગરના રાજાને આપ્યો હતો આ સતનો પરચો

Religious

ખોડિયાર માતા અઢારે વરણના કુળદેવી તરીકે પૂજાય છે. ગુજરાતમાં ખોડિયાર માતાના ઘણા બધા મંદિરો આવેલા છે, જેમાંથી ત્રણ મંદિરો ખુબ પ્રખ્યાત છે. જે માટેલ, ગળધરા અને રાજપરા ધામ છે. માતાના દરેક મંદિર સાથે કોઈને કોઈ રસપ્રદ કહાની જોડાયેલી છે. ભક્તો માતાના આ ધામના દર્શન કરવા દૂર દૂરથી આવે છે.

રાજપરા વાળા ખોડિયાર માતા વિષે લગભગ સૌ કોઈ જાણતા હશે. માતાનું આ ધામ ભાવનગર જિલ્લામાં આવેલું છે. રાજપરા ધામ ખુબ જ રમણીય છે, જેથી પર્યટકો માટે આકર્ષણનું સ્થાન બને છે. રાજપરાનું ખોડિયાર મંદિર દેશ વિદેશમાં વસતા લોકો માટે જાણીતું છે. દૂર દૂરથી લોકો અહીં આવે છે.

માતાજીના આ મંદિરમાં માત્ર માથુ જુકાવવાથી તમામ દુખો દોર થાય છે. રાજપરા ખોડિયાર માતાના મંદિર પાસે એક ધારો આવેલો છે, જેને તાંતણિયા ધરા તરીકે ઓળખવામાં આવે છે. આ ધરામાં હાથ પગ ધોઈને ભક્તો ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે માં ખોડિયારના દરેક મંદિર નદી કે ધરાની આસપાસ જ હોય છે.

રાજપરા વાળા ખોડિયાર માતાને તાંતણિયા ધરા વાળા ખોડિયાર માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોડિયાર માતાના આ ધામમાં દર રવિવારે અને મંળવારે ભક્તોની ભીડ જામેલી હોય છે. લોકો માતાના દર્શન કરવા માટે દોર દૂરથી ચાલીને પણ આવે છે. દર્શને આવતા તમામ ભક્તો લાપસીનાં પ્રસાદનો લાભ અવશ્ય લે છે.

ખોડિયાર માતાના આ મંદિરનું બાંધકામ ભાવનગરના રાજવી આતાભાઈ ગોહિલે કરાવ્યું હોવાનું માનવામાં આવે છે. બાદમાં ભાવસિંહ દ્રિતીય દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ રાજવીએ માતાજીને સોનાનું છત્તર પણ અર્પણ કર્યું હતું. અહીં ખોડિયાર માતાની સાત બહેનોનું મંદિર પણ આવેલું છે.

લોકવાયકા અનુસાર ભાવનગરના રાજાની ભૂલને કારણે ખોડિયાર માતા રાજપરામાં બિરાજમાન થયા હતા. વર્ષો પૂર્વે જયારે શિહોરથી ગોહિલવાડની રાજધાની ભાવનગર ખસેડવામાં આવી હતી ત્યારે ભાવનગરના રાજાએ માતાજીને ભાવનગર પધારવા માટે વિનંતી કરી હતી. જેથી ખોડિયાર માતા ભાવનગર આવવા માટે તૈયાર થયા.

પરંતુ માતાજીએ રાજાને કહ્યું કે હું તારી સાથે આવીશ પણ એક શરતે, તું આગળ ચાલજે અને હું તારી પાછળ આવીશ પરંતુ છેક ભાવનગર સુધી તારે પાછું વાળીને જોવાનું નહીં. રાજાએ શરત માન્ય રાખી તેથી માતાજી રાજાની પાછળ ચાલવા લાગ્યા. ધીમે ધીમે તેઓ આગળ ચાલવા લાગ્યા.

માતાજી ચાલતા ચાલતા વરતેજ પહોંચ્યા એટલે તેમને રાજાની પરીક્ષા લેવાનું વિચાર્યું જેથી માતાએ ઝાંઝરનો અવાજ બંધ કરી દીધો. અવાજ બંધ થતા રાજાને શંકા ગઈ જેથી તેમને પાછું વાળીને જોયું. જેના લીધે ખોડિયાર માતા તે સ્થળે જ સમાઈ ગયા. જેથી અહીં ખોડિયાર માતાનું મંદિરબાંધવામાં આવ્યું જેને નાની ખોડિયારનું મંદિર કહેવામાં આવે છે.

આમ રાજપરાને ખોડિયાર માતાનું પ્રાગટ્ય સ્થાન તો વરતેજને ખોડિયાર માતાનું સંધિ સ્થળ માનવામાં આવે છે. દર્શને આવતા તમામ ભક્તો આ બન્ને મંદિરે આવે છે અને માતાના આશીર્વાદ મેળવે છે. ભક્તો માતાના દર્શને આવીને ધન્યતા અનુભવે છે. માતા દરેક ભાવિ ભક્તોની મનોકામના પૂરી કરે છે.

Leave a Reply

Your email address will not be published.