હનુમાનજીએ સપનામાં આવીને કર્યો સંતને કર્યો આદેશ, સંતે હનુમાનજીની 64 ટનની મૂર્તિ હરિદ્વાર પહોંચાડી

Religious

ભારત એક ધાર્મિક દેશ છે. આપણા દેશમાં અવાર નવાર એવી ધાર્મિક બાબતો સામે આવતી હોય છે જે ખુબજ ચોંકાવનારી હોય છે. વાત હિન્દૂ ધર્મના સાધુ સંતોની કરીએ તો, તેની વાત ખુબજ અનોખી હોય છે. આજે અમે તમને એવા જ એક સાધુ વિષે જણાવવા રહ્યા છીએ જેની કહાની ચોંકાવનારી છે.

રાજસ્થાનના ભીલવાડા શહેરમાં આવેલા કાપડના કારખાના આખા દેશમાં જાણીતા છે. આ ભીલવાડામાં હનુમાનજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જેના મહંત સાથે એક અદભુત કહાની જોડાયેલી છે. રાજસ્થનના ભીલવાડામાં સ્થિત સંકટ મોચન મંદિરના મહંત બાબુ ગિરી 64 ટન વજનની હનુમાનજીની મૂર્તિ પ્રયાગરાજ લઇ ગયા જે ખુબ ચર્ચામાં છે.

ભીલવાડાના આ મહંતે હનુમાનજીની 64 ટનની મૂર્તિને 18 દિવસની યાત્રા બાદ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ પહોંચાડી. આ માટે મહંતે આ મૂર્તિ લઈને 2100 કિમિ અંતર કાપ્યું. હનુમાનજીની આ વિશાલ મૂર્તિ 21ફુટ ઊંચી છે જયારે આટલી મોટી મૂર્તિને માત્ર એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે.

હનુમાનજીની આ મૂર્તિને ટ્રક પર લાવવામાં આવી હતી. કહેવાય છે કે આ મૂર્તિને ટ્રક પર ગોઠવતા 8 કલાક જેટલો સમય લાગ્યો હતો. મંદિરના મહંત જણાવે છે કે હનુમાન દાદા સાક્ષાત તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમને ઘર્ષણ આપ્યા. હનુમાન દાદાએ સ્વપ્નમાં આવીને પ્રયાગરાજ જવા માટે કહ્યું હતું.

મહંતને હનુમાનજી સ્વપ્નમાં આવ્યા ત્યારબાદ તેમણે મૂર્તિને યાત્રા કરીને પ્રયાગરાજ પહોંચાડવાનો સંકલ્પ કર્યો. આમ આ 2100 કિમીની આ યાત્રા 18 દિવસ સુધી ચાલી. યાત્રા દરમિયાબ હજારો ભાવિ ભક્તોને હનુમાનજીના દર્શનનો લાભ મળ્યો. આમ હનુમાનજીની મૂર્તિને ધામધૂમથી પ્રયાગરાજ પહોંચાડવામાં આવી.

મહંતે 64 ટનની હનુમાનજીની મૂર્તિને હનુમાનજીના કહેવા પર આનંદ ઉલ્લાસથી પ્રયાગરાજ પહોંચાડી. હનુમાનજીની આ વિશાળ મૂર્તિનું પ્રયાગરાજમાં વૈદિક મંત્રોચાર સાથે પૂજન કરવામાં આવ્યું તથા ગંગાજળ, દૂધ અને દહીંથી મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો. મહંતે હનુમાનજીના કહેવા પ્રમાણે મૂર્તિને પ્રયાગરાજ પહોંચાડી.

Leave a Reply

Your email address will not be published.