રતન ટાટા એક એવું નામ છે જેના પરિચયની કોઈ જરૂર નથી. એક એવા બિઝનેસમેન જે લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત છે. દરેક વ્યક્તિ રતન ટાટાના વ્યક્તિત્વ, હાવભાવ, આદતોને આકર્ષિત કરે છે. તેમની વાતોમાંથી આપણને કંઈકને કઈંક જરૂર શીખવા મળે છે. રતન ટાટાએ ટાટા કંપનીને માત્ર આસમાન સુધી નથી પહોચાડી, પરંતુ જરૂરિયાતમંદોની મદદ કરવામાં પણ ક્યારેય પાછળ નથી હટ્યા. રતન ટાટા ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી છે પરંતુ તેમનું જીવન ખુબ જ સાદું છે.
ગઈ 28 ડિસેમ્બરે રતન ટાટાએ તેમનો 84મો જન્મદિવસ ઉજવ્યો હતો. ટાટા સનના ચેરમેન એમીર્ટસે તેમનો જન્મદિવસ ખૂબ જ સરળ રીતે મીણબત્તી અને કપકેક વડે ઉજવ્યો. રતન ટાટા માટે કપકેક અને મીણબત્તી લઈને એક યુવક પહોંચ્યો હતો. રતન ટાટાના જન્મદિવસનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક યુવક તેને કેક ખવડાવતો અને તેના ખભા પર હાથ મૂકતો જોવા મળી રહ્યો છે.
કોણ છે રતન ટાટાની સાથે મિત્રના અંદાજમાં જોવા મળતો યુવાન? – રતન ટાટા સાથે જોવા મળતા યુવકનું નામ શાંતનુ નાયડુ છે. નાની ઉંમરમાં નાયડુ ત્યાં પહોંચ્યા છે, જે બિઝનેસ જગત સાથે જોડાયેલા લોકોનું સપનું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાંતનુ, રતન ટાટાને બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ પણ આપે છે.
શાંતનુનો જન્મ 1993માં પુણે, મહારાષ્ટ્રમાં થયો હતો. તે એક ભારતીય ઉદ્યોગપતિ, એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટ, સોશિયલ મીડિયા એંફ્લુએંસર, લેખક અને ઉદ્યોગ સાહસિક છે. શાંતનુ ટાટા ટ્રસ્ટમાં ડેપ્યુટી જનરલ મેનેજર છે. શાંતનુએ કોર્નેલ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે અને ટાટામાં કામ કરતા તેમના પરિવારની 5મી પેઢી છે. શાંતનુની LinkedIn પ્રોફાઇલ અનુસાર, તે સપ્ટેમ્બર 2014થી ટાટા ટ્રસ્ટ સાથે કામ કરી રહ્યો છે. નાયડુએ Tata Elxsi માં ડિઝાઇન એન્જિનિયર તરીકે પણ કામ કર્યું છે.
આ રીતે શરૂ થઈ ટાટાની સફર – શાંતનુએ જણાવ્યું હતું કે તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી 2014થી ટાટા ગ્રુપ સાથે કામ કરવાનું શરૂ કર્યું. એક સાંજે પરત ફરતી વખતે તેણે રસ્તા વચ્ચે કૂતરાનું મૃતદેહ પડેલું જોયું. સ્ટ્રે ડોગને એ હાલતમાં જોઈને શાંતનુ ખૂબ જ પરેશાન થઈ ગયો. તે કૂતરાઓને પ્રેમ કરે છે અને તેણે આ પહેલા પણ કૂતરાઓને બચાવ્યા હતા. શાંતનુ રસ્તાના કિનારે કૂતરાના મૃતદેહને લાવવાનું વિચારી રહ્યો હતો, પછી તેને લાગ્યું કે તેને કંઈક કરવું પડશે.
શાંતનુએ કહ્યું કે, ‘મને ખબર હતી કે મારે કંઈક કરવું છે. મેં મારા કેટલાક મિત્રોને બોલાવ્યા અને રિફ્લેક્ટર સાથે કોલર ડિઝાઇન કર્યો. બીજા દિવસે અમે ઘણા રખડતા કૂતરાઓ પર કોલર લગાવી દીધા અને આ કરવામાં અમને ઘણું સારું લાગ્યું.’
શાંતનુની આ સારા કામની ચર્ચા બધે જ ચાલવા લાગી અને તેના વિશે ટાટા ગ્રુપ ઓફ કંપનીઝના ન્યૂઝલેટરમાં પણ પ્રકાશિત થયુ. લોકો શાંતનુનો કોલર ખરીદવા માંગતા હતા પરંતુ તેમની પાસે ભંડોળ નહોતું. આ દરમિયાન શાંતનુના પિતાએ તેમને રતન ટાટાને પત્ર લખવાની સૂચના આપી. જેથી શાંતનુએ રતન ટાટાને પત્ર મોકલ્યો.
શાંતનુએ પત્ર મોકલ્યો તેના લગભગ બે મહિના પછી તેનું નસીબ બદલાઈ ગયું. તેમને રતન ટાટાની સહી કરેલો પત્ર મળ્યો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે રતન ટાટા તેમના કામથી ખૂબ જ ખુશ છે અને તેમને મળવા માંગે છે. થોડા દિવસો પછી શાંતનુ મુંબઈમાં રતના ટાટાને મળ્યો.
2016 માં, શાંતનુ નાયડુ એમબીએ માટે કોર્નેલ યુનિવર્સિટી ગયા. MBA ડિગ્રી મેળવ્યા પછી, તેઓ 2018 માં પાછા ફર્યા અને ટાટા ટ્રસ્ટના ચેરમેનની ઓફિસમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે જોડાયા. રતન ટાટા પણ શાંતનુના સારા સ્વભાવ અને સર્જનાત્મક વિચારોના ચાહક છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે રતન ટાટા બિઝનેસ અને રોકાણ પર શાંતનુની સલાહ લે છે. પોતાના કામથી શાંતનુ નાયડુએ રતન ટાટાનું દિલ જીતી લીધું છે.
શાંતનુ નાયડુ, તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ, ‘ઓન યોર સ્પાર્ક્સ’ દ્વારા દેશભરના એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે, જેઓ ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં પ્રવેશવાના વિચારથી નર્વસ થઈ જાય છે. કોવિડ-19 લોકડાઉન દરમિયાન, શાંતનુએ ઓનલાઈન વાતચીત દ્વારા- ‘ઓન યોર સ્પાર્ક્સ’ની શરૂઆત કરી. દર રવિવારે તે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાઇવ થાય છે અને બધા જોડાનાર પાસેથી 500 ચાર્જ લે છે અને આ ફંડ સ્ટ્રે ડોગ્સને મદદ કરવા માટે Motopaws જાય છે. આજે Motopaws 20 શહેરો અને 4 દેશોમાં ફેલાઈ ગયો છે.
શાંતનુએ રતન ટાટા સાથે તેમના જીવન પ્રવાસ પર એક પુસ્તક પણ લખ્યું છે, ‘I Came upon a lighthouse’. શાંતનુએ ખૂબ જ નાની ઉંમરમાં પોતાના સર્જનાત્મક વિચારો અને સદ્ભાવનાથી દેશના સૌથી મોટા આઇકોનનું દિલ જીતી લીધું છે. તેની સફર પ્રેરણાદાયી છે.