આપણા દેશમાં ઘણી બધી મહિલાઓ એવી છે જે પોલીસ સર્વિસમાં ફરજ બજાવી રહી છે. રાયપુર શહેરની એસપી અંકિતા શર્માને છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર જિલ્લાની એએસપી બનાવવામાં આવ્યા છે. જ્યારથી પણ તેઓ આ પદ પર છે ત્યારથી અંકિતા ચર્ચામાં છે. અંકિતા શર્માને સોશિયલ મીડિયા પર રિયલ સ્ટાર કહેવામાં આવી રહી છે.
અંકિતા શર્માને નક્સલ ઓપરેશનની જવાબદારી મળ્યા બાદ હવે તેની ભાવનાને અભિનેત્રી રવિના ટંડનનો પણ સાથ મળ્યો છે. રવિના ટંડને સોશિયલ મીડિયા પર તસવીરો જોતાની સાથે જ અંકિતા શર્માની પ્રશંસા કરી હતી. રવિના ટંડને ટ્વીટ કરીને લખ્યું કે, સાચી બ્લુ બ્લડેડ હીરોઈન. આ સાથે રવિનાએ #proudindianwomen હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો. તેમના આ ટ્વીટ પર અન્ય ઘણા લોકોએ પણ કોમેન્ટ કરી છે.
અંકિતા શર્મા દેખવામાં જેટલાં સુંદર છે તેમના કાર્ય પણ એટલા જ સારા છે. અંકિતા મેમ એ એવી વ્યક્તિ છે જે પોતે ઓફિસર બન્યા પછી યુવાનોને પણ આગળ વધારવામાં કોઈ કસર છોડતી નથી. મેડમ નાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. હકીકતમાં અંકિતા શર્મા પોતાની સ્ટાઈલ અને તસવીરોને કારણે ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે. અંકિતા એક શાર્પ લેડી પોલીસ ઓફિસર છે.
આઈપીએસ અધિકારી અંકિતા શર્મા છત્તીસગઢમાં ઘણા મોરચે જોવા મળી છે. આ પહેલા અંકિતાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તેણે તોફાની જગ્યાએ જઈને હંગામો મચાવનારા લોકોને પાઠ ભણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં જન્મેલી અંકિતા શર્મા 2018 બેચની IPS ઓફિસર છે.
અંકિતા ખૂબ મહેનત કરીને આ મુકામ સુધી પહોંચી છે. જ્યારે પણ અંકિતાને તેના કામથી થોડી રાહત મળે છે, આ દરમિયાન તે બાળકોને ફ્રી કોચિંગ આપે છે. સવારે 11 વાગ્યાનો મોટા ભાગનો સમય અંકિતા વિદ્યાર્થીઓ માટે રાખે છે. બાળકો સાથે સમય વિતાવવો અંકિતાને ખૂબ પસંદ છે. જૂન મહિનામાં અંકિતાને નક્સલ પ્રભાવિત બસ્તર જિલ્લાની એએસપી બનાવવામાં આવી છે.
અંકિતાને ઓપરેશન બસ્તરની જવાબદારી સોંપવામાં આવી છે. અંકિતાનો જન્મ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં થયો હતો. અંકિતા શર્મા 2018 ની IPS બેચની અધિકારી છે. અંકિતા શર્મા UPSC પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે નિશુલ્ક ઑનલાઇન કોચિંગ શરૂ કરીને ચર્ચામાં આવી હતી.
અંકિતા શર્મા ઈમાનદાર આઇપીએસ અધિકારી છે. અંકિતા શર્માને છત્તીસગઢની પ્રથમ મહિલા IPS અધિકારી બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું છે. 2018 ની UPSC પરીક્ષામાં અંકિતા શર્માએ 203 રેન્ક મેળવ્યો હતો. આ દરમિયાન ત્રીજા પ્રયાસમાં તેને સફળતા મળી હતી. સરકારે તેમને ઓપરેશન બસ્તરની મહત્વની જવાબદારી સોંપી છે. અંકિતા શર્મા હાલ ખૂબ ચર્ચામાં છે.