65 વર્ષના વૃધ્ધે વ્યાજે રૂપિયા લઈને રામમંદિર માટે બનાવ્યું 400 કિલો વજનનું તાળું, 30 કિલો વજનની ચાવીવાળા આ તાળાની ખાસિયતો જાણીને ચોકી જશો

Religious

તાળા બનાવવા માટે પ્રખ્યાત અલીગઢનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. અહીં સત્યપ્રકાશ નામના વ્યક્તિએ પોતાની પત્ની રુકમણી સાથે મળીને અયોધ્યામાં બની રહેલા રામ ભગવાનના મંદિરનું વિશ્વનું સૌથી મોટું તાળું બનાવ્યું છે.

આ તાળું કેટલું મોટું હશે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે, આ તાળાને જે ચાવી ખોલે છે તેનું વજન 30 કિલો છે. અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરને સમર્પિત આ તાળાની કિંમત બે લાખ છે. તેની ઉપર રામદરબારનો આકાર પણ કોતરવામાં આવ્યો છે.

આ તાળું બનાવનાર અલીગઢના જ્વાલાપુરીના રહેવાસી સત્યપ્રકાશને તેને બનાવવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો. તેમના મતે આ ચારસો કિલોગ્રામનું તાળું દસ ફૂટ લાંબુ અને સાડા ચાર ફૂટ પહોળું છે. તેને ખોલવાની ચાવી 30 કિલોની ચાવી છે. કુલ બે લાખ રૂપિયાના ખર્ચે બનેલા આ તાળા પર પિત્તળનું કામ કરવાનું બાકી છે. સત્યપ્રકાશ રામમંદિરને આ તાળું સોંપતા પહેલા આ કામ પૂર્ણ કરશે. 400 કિલો વજનના આ તાળાને બનાવતા પહેલા સત્યપ્રકાશે 300 કિલોનું તાળું બનાવીને ચર્ચા જગાવી છે.

હાલમાં જે તાળું તૈયાર થયું છે તેમાં ઘણા ફેરફાર કરવાના બાકી છે. આ તમામ ફેરફારો તેને અયોધ્યા મોકલતા પહેલા કરવામાં આવશે. બોક્સ, લીવર, હૂડ પિત્તળના બનાવવામાં આવશે. આ પછી તેના પર સ્ટીલની સ્ક્રેપ સીટ લગાવવામાં આવશે જેથી તાળાને કાટ ન લાગે. આ તમામ કામોમાં હવે વધુ પૈસા લાગશે. સત્યપ્રકાશ આ ઈચ્છા પૂરી કરવા માટે લોકો પાસેથી આર્થિક મદદ માંગી રહ્યા છે.

65 વર્ષીય સત્યપ્રકાશે તાળા બનાવવાના મજૂર તરીકે કામ કર્યું છે. તેણે કહ્યું કે તેને તાળા બનાવવાની પ્રેરણા વારસામાં મળી છે. તે કહે છે કે આ તાળાના વ્યવસાયમાં અલીગઢની ખૂબ જ સારી ઓળખ બની ગઈ છે. હવે આવનારી પેઢીની જવાબદારી છે કે તેઓ તેને કેવી રીતે આગળ વધારે. હવે તેણે અલીગઢની ઓળખ બનાવવા માટે વિશ્વનું સૌથી મોટું તાળું તૈયાર કર્યું છે.

છ ઈંચ જાડાઈના આ તાળા માટે બે ચાવીઓ તૈયાર કરવામાં આવી છે અને તેનું કડું ચાર ફૂટ છે. તેમણે આ કળાને પ્રોત્સાહન આપવા માટે સરકારની મદદ માંગી છે. હાલ સત્યપ્રકાશે વ્યાજ પર પૈસા લઈને આ તાળું બનાવ્યું છે. તેમની માંગ છે કે આ તાળાને મંદિરના મ્યુઝિયમમાં રાખવામાં આવે.

સત્યપ્રકાશ શર્મા હવે ઇચ્છે છે કે, 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજનારી પરેડમાં આ તાળાને એક ઝાંખી તરીકે પ્રદર્શિત કરવામાં આવે. આ તાળું બનાવવાના બદલામાં તેમની એક જ ઈચ્છા છે કે તેને દિલ્હીમાં યોજાનારી પરેડમાં સામેલ કરવામાં આવે. તેની ઊંચાઈ 15 ફૂટ, પહોળાઈ 8 ફૂટ અને જાડાઈ 20 ઈંચ હશે. તેમણે આ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પત્રો પણ લખ્યા છે.

આ અંગે તેઓ નાયબ મુખ્યમંત્રીને પણ મળ્યા છે. હવે તેઓ તેમના જવાબની રાહ જોઈ રહ્યા છે. તે ઈચ્છે છે કે આ તાળાને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળે. આ તાળું સત્યપ્રકાશે પોતાની પત્ની રૂકમણી શર્માની મદદથી બનાવ્યું છે. તેમનું કહેવું છે કે અયોધ્યામાં બની રહેલા અદ્ભુત રામ મંદિરમાં આ તાળું સુંદર લાગશે. આ જ કારણ છે કે તે તેને ભગવાનના દરબારમાં રજૂ કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published.